News Continuous Bureau | Mumbai
જો તમે લાંબા અંતરની ટ્રેનમાં(Long distance Train) પ્રવાસ કરી રહ્યા છો અને તમારી રિર્ઝવ સીટ(Reserve seat) પર કોઈ પ્રવાસી ગેરકાયદે રીતે કબજો( illegally occupied ) જમાવી બેસી ગયો છે. આવા કિસ્સામાં, સીટ પર બેઠેલી વ્યક્તિ તે સીટ પરથી ઉઠતી વખતે દલીલ કરે છે. તો કેટલીકવાર તે વ્યક્તિ બે લોકોને એક જ સીટ પર એડજસ્ટ થવાની સલાહ પણ આપે છે. આવી સ્થિતિમાં, તમે વ્યક્તિને હાથ લગાડયા વગર સીધો દોર કરી શકો છો. તુરંત રેલવેમાં(railway) ફરિયાદ(File complaint) કરીને તમારી સીટ તમે ખાલી કરાવી શકો છો.
ટ્રેનની સીટો(Train seat) પર કબજો જમાવાની વાત ભારતમાં નવી નથી. રેલવેમાં અવાર-નવાર આવા કિસ્સા પ્રકાશમાં આવે છે. અનધિકૃત મુસાફરો સેકન્ડ ક્લાસ(Unauthorized Passengers Second Class) અને સ્લીપરથી(sleeper) લઈને એસી ક્લાસ(AC class) સુધી બેઠેલા જોવા મળે છે. જો તમારી સાથે પણ આવું બન્યું હોય અને આ સમયે તમારી આસપાસ કોઈ TC ન હોય તો તમે 'રેલવે મદદ' (Railway help) પર ફરિયાદ નોંધાવી શકો છો. આ ફરિયાદ પછી તમે તમારી યોગ્ય સીટ પણ મેળવી શકો છો.
અનધિકૃત પેસેન્જરની(Unauthorized passenger) જાણ કરવા અને સીટ ખાલી કરવા માટે તમારે રેલવે મદદ વેબસાઇટની(Website) મુલાકાત લેવી પડશે. આ માટેતમારે https://railmadad.indianrailways.gov.in પર ક્લિક કરવું પડશે અને તમારી કેટલીક વિગતો ભરવી પડશે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો-સોશિયલ મીડિયા પર હવે ફેક રિવ્યુનો પણ વાયરો-ખોટા રીવ્યુ માટે આટલા ગ્રુપ્સ સામે થશે કાયદાકીય કાર્યવાહી
સૌથી પહેલા તમારે તમારો મોબાઈલ નંબર(Mobile Number) એન્ટર કરવાનો રહેશે.
ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.
હવે ત્યાં તમારા મોબાઈલ પર મળેલ OTP દાખલ કરો
આ પછી તમે તમારી ટિકિટ બુકિંગનો(Ticket booking) PNR નંબર નાખો.
હવે Type વિકલ્પ પર ક્લિક કરીને તમારી ફરિયાદ પસંદ કરો. પછી ઇવેન્ટની તારીખ પસંદ કરો.
અહીં તમે તમારી ફરિયાદ વિગતવાર લખી શકો છો. પછી સબમિટ બટન પર ક્લિક કરો.
જો કોઈ મુસાફરની આરક્ષિત સીટ(reserved seat) અથવા બર્થ પર ગેરકાયદેસર રીતે કબજો કરે છે, તો આ મામલો પહેલા તે ટ્રેનના ટીસી(Tarin TC) સુધી પહોંચવો જોઈએ. જો તમે ઓનલાઈન ફરિયાદ(Online complaint) નોંધાવી શકતા નથી, તો તમે રેલવે હેલ્પલાઈન નંબર(railway Helpline Number) 139 પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.