ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુન 2020
વીમા કંપનીઓના જણાવ્યા અનુસાર, કોરોના દરમ્યાન કોવિડ -19 ની સારવાર માટે અત્યાર સુધીમાં રૂ. 281 કરોડની રકમ માટે 18,100 થી વધુ વીમા ધારકોએ દાવાઓ કર્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8,950 દાવા છે જ્યારે એનસીઆર માંથી 3,470 દાવા છે. આ દાવા 19 જૂન, 2020 સુધીમાં આવ્યા છે.
# 6 લાખ રૂપિયા સુધીના દાવા..
વીમા કંપનીઓના જણાવ્યા અનુસાર, શહેરી વિસ્તારોમાં 2 થી 2.5 લાખ રૂપિયા અને અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં રૂ .50,000-75,000 ના દાવા પ્રાપ્ત થયા છે. જ્યારે દર્દીની હાલત નાજુક છે અને તેને આઈસીયુમાં દાખલ કરાયો છે, એવા 6 લાખ રૂપિયા સુધીના દાવા થઈ રહ્યા છે.
# ઘણા રાજ્યોમાં નિ:શુલ્ક સારવાર મળી રહી છે..
વીમા કંપનીના અધિકારીઓના અનુસાર દાવાની રકમ હોસ્પિટલમાં દાખલ થયેલી વ્યક્તિઓની સંખ્યા કરતા વધારે નથી, કેમ કે કેરળ અને તેલંગાણા જેવા અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર કરાવી રહ્યા છે.
# વીમા કંપનીઓ ટૂંકા ગાળાની નીતિ લાવશે..
દેશમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (આઈ.આર.ડી.એ) એ વીમા કંપનીઓને ટૂંકા ગાળા માટેની આરોગ્ય વીમા પોલિસીની ઓફર લાવવાની મંજૂરી આપી છે. જે ખાસ કોરોના વાયરસ ચેપ સામે કવરેજ આપશે..
આઇ.આર.ડી.એ ના જણાવ્યા અનુસાર, બધી વીમા કંપનીઓ (જીવન, વીમા અને આરોગ્ય) ને ગાઈડલાઈન અનુસાર કોવિડ -19 માટે ટૂંકા ગાળાની આરોગ્ય વીમા પોલિસીની મંજૂરી આપવામાં આવી છે. જે ટૂંકા ગાળાની અને ઓછામાં ઓછી 3 મહિના અને મહત્તમ 11 મહિનાની હોય શકે છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com