Site icon

અધધધ!! વીમા કંપનીઓને મળ્યાં 281 કરોડના દાવા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ, કુલ 18,100 અરજીઓ આવી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

27 જુન 2020

વીમા કંપનીઓના જણાવ્યા અનુસાર, કોરોના દરમ્યાન કોવિડ -19 ની સારવાર માટે અત્યાર સુધીમાં રૂ. 281 કરોડની રકમ માટે 18,100 થી વધુ વીમા ધારકોએ દાવાઓ કર્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8,950 દાવા છે જ્યારે એનસીઆર માંથી 3,470 દાવા છે. આ દાવા 19 જૂન, 2020 સુધીમાં આવ્યા છે.

# 6 લાખ રૂપિયા સુધીના દાવા..

વીમા કંપનીઓના જણાવ્યા અનુસાર, શહેરી વિસ્તારોમાં 2 થી 2.5 લાખ રૂપિયા અને અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં રૂ .50,000-75,000 ના દાવા પ્રાપ્ત થયા છે. જ્યારે દર્દીની હાલત નાજુક છે અને તેને આઈસીયુમાં દાખલ કરાયો છે, એવા 6 લાખ રૂપિયા સુધીના દાવા થઈ રહ્યા છે.

# ઘણા રાજ્યોમાં નિ:શુલ્ક સારવાર મળી રહી છે.. 

વીમા કંપનીના અધિકારીઓના અનુસાર દાવાની રકમ હોસ્પિટલમાં દાખલ થયેલી વ્યક્તિઓની સંખ્યા કરતા વધારે નથી, કેમ કે કેરળ અને તેલંગાણા જેવા અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર કરાવી રહ્યા છે.

# વીમા કંપનીઓ ટૂંકા ગાળાની નીતિ લાવશે.. 

દેશમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (આઈ.આર.ડી.એ) એ વીમા કંપનીઓને ટૂંકા ગાળા માટેની આરોગ્ય વીમા પોલિસીની ઓફર લાવવાની મંજૂરી આપી છે. જે ખાસ કોરોના વાયરસ ચેપ સામે કવરેજ આપશે..

આઇ.આર.ડી.એ ના જણાવ્યા અનુસાર, બધી વીમા કંપનીઓ (જીવન, વીમા અને આરોગ્ય) ને ગાઈડલાઈન અનુસાર કોવિડ -19 માટે ટૂંકા ગાળાની આરોગ્ય વીમા પોલિસીની મંજૂરી આપવામાં આવી છે. જે ટૂંકા ગાળાની અને ઓછામાં ઓછી 3 મહિના અને મહત્તમ 11 મહિનાની હોય શકે છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fZf6kD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Howrah Junction Facts: દિલ્હી-મુંબઈ પણ આ સ્ટેશન સામે નાના લાગશે! જાણો ભારતનું એ રેલવે સ્ટેશન જ્યાં પ્લેટફોર્મની સંખ્યા જોઈને આંખો ફાટી જશે
The Science of Tetrachromacy: કુદરતની અજાયબી: દુનિયાની કેટલીક મહિલાઓ જોઈ શકે છે ૧૦ કરોડ રંગો! પુરુષો માટે અશક્ય છે આ ‘સુપર પાવર’, જાણો તેની પાછળનું વિજ્ઞાન
Dominos Free Pizza Offer: પિઝા પ્રેમીઓ માટે જલસો! Domino’s એક વર્ષ સુધી ખવડાવશે ફ્રી પિઝા, બસ તમારે કરવું પડશે આ નાનકડું કામ
Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Exit mobile version