News Continuous Bureau | Mumbai
વિશ્વમાં કોવિડ-19ના કેસ ફરી વધી રહ્યા છે. જો કે અત્યારે ભારતમાં ડરવા જેવું કંઈ નથી. પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. પરંતુ તમે હવેથી કેટલાક ડોક્ટરી ડિવાઇસ ખરીદી અને રાખી શકો છો. આની મદદથી તમે ઘરે બેઠા આરોગ્યના જરુરી ઇન્ડિકેશન ચેક કરી શકો છો. ઘણા ડિવાઇસની મદદથી તમે કોરોનાને નિયંત્રણમાં રાખી શકો છો.
તમે આ ડિવાઇસની મદદથી SpO2 લેવલ, બ્લ્ડ સુગર લેવલ અને અન્ય હેલ્થ ઇન્ડિકેટરને માપી શકો છો. આ માટે તમે પલ્સ ઓક્સિમીટર, ડિજિટલ IR થર્મોમીટર અને અન્ય ડિવાઇસ ખરીદી શકો છો. અહીં તમને એવા જ કેટલાક મેડિકલ ડિવાઇસ વિશે જણાવવામાં આવી રહ્યું છે.
પલ્સ ઓક્સિમીટર
લોહીમાં ઓક્સિજનનું લેવલ ઘટવું એ કોરોના વાયરસનું લક્ષણ છે. તમે પલ્સ ઓક્સિમીટર વડે આને ટ્રેક કરી શકો છો. આ ડિવાઇસ દ્વારા SpO2 લેવલ શોધવામાં આવે છે. જો લોહીમાં વધુ ઓક્સિજનનું લેવલ ઘટી રહ્યું હોય તો તમે ડૉક્ટર પાસે તપાસ કરાવી શકો છો. પલ્સ ઓક્સિમીટરની કિંમત 500 રૂપિયાથી 3000 રૂપિયા સુધીની છે.
ડિજિટલ બ્લડ મોનિટર
સામાન્ય બ્લડ પ્રેશરની સીરીઝ 80-120 mm Hgની વચ્ચે હોય છે. આ કિસ્સામાં તમે ડિજિટલ બ્લડ મોનિટરની મદદથી તેને માપી અને ચેક કરી શકો છો. મોનિટર ખરીદતી વખતે પલ્સ રેટ સાથે આવે તે ખરીદો. તેની કિંમત 1500થી 3000 રૂપિયા સુધીની છે.
આ સમાચાર પણ વાંચો: ગુજરાત : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો,ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પંહોચતા કુતૂહલ સર્જાઇ
ડિજિટલ IR થર્મોમીટર
શરીરનું તાપમાન IR થર્મોમીટર વડે સંપર્ક રહિત રીતે માપી શકાય છે. તમે તેને માત્ર 1-2 ઇંચના અંતરથી માપી શકો છો. આ ક્રોસ ઇન્ફેક્શનની શક્યતા ઘટાડે છે. તેની કિંમત ઓનલાઈન સાઈટ પર રૂ.900માં જોવા મળે છે.
રેસ્પિરેટરી એક્સસાઇઝ
વ્યાયામ કરવાથી ફેફસાંનું એકંદર આરોગ્ય સુધરે છે. આ લોહીમાં હોર્મોન્સનું પરિભ્રમણ પણ ઝડપી બનાવે છે. તેનાથી હૃદય, મગજ અને ફેફસામાં લોહીનો પ્રવાહ વધે છે. તમને બજારમાં ઘણા પ્રકારના શ્વસન કસરતના ડિવાઇસ મળશે.