194
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
કોરોનાની વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે, પરંતુ અનેક નાગરિકો પાસે સ્માર્ટ ફોન નથી હોતા. એથી તેમને રજિસ્ટ્રેશન કરવામાં ભારે તકલીફ થાય છે. હવે જોકે આવા લોકોની મદદે ભારતીય પોસ્ટ ખાતું આગળ આવ્યું છે. પોસ્ટ ઑફિસમાં હવેથી વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
તેલંગણાના ગ્રામીણ ભાગમાં હાલમાં જ આ સુવિધા ચાલુ કરવામાં આવી છે. અહીં 36 પોસ્ટ ઑફિસ, 643 સબ-પોસ્ટ ઑફિસ અને 10 બ્રાન્ચ પોસ્ટ ઑફિસમાં આ સુવિધા ચાલુ કરવામાં આવી છે. જે લોકો પાસે સ્માર્ટ ફોન નથી અથવા જેમને સ્માર્ટ ફોનમાં કોવિન ઍપનો ઉપયોગ કરતા આવડતો નથી. આવી વ્યક્તિને પોસ્ટ ઑફિસમાં રજિસ્ટ્રેશન કરાવવાની સગવડ વરદાનરૂપ સાબિત થશે.
You Might Be Interested In