બાપરે..!! કોરોના વાયરસથી વિશ્વને રૂ.770 લાખ કરોડનું નુકસાન થયું છે. જેની ભરપાઈ કરવામાં આટલાં વર્ષો વીતી જશે.. વાંચો વિસ્તૃતમાં..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

09 ડિસેમ્બર 2020

ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં કોરોનાના સંક્રમણે અચાનક માથું ઊંચક્યું અને વિશ્વવ્યાપી બંધ કરવું પડ્યું. આ કોરોના મહામારીની આર્થિક, સામાજિક, માનસિક એમ તમામ ક્ષેત્રે વ્યાપક અને ગંભીર અસર ઉપજી છે. નાનકડા એવા વાયરસે સમગ્ર વિશ્વમાં રોગચાળો ફેલાવી ખલબલી મચાવી દીધી છે. દરેક દેશને મોટો ફટકો પડયો છે. એમાં પણ અતિગંભીર અસર અર્થતંત્ર ઉપર પડી છે. આર્થિકી રીતે દરેક દેશ કોરોના સામે પડી ભાંગ્યો છે. એમાં પણ વ્યાપક અસર નાના અને વિકાસશીલ દેશો પર પડી છે. 

વૈશ્વિક અર્થતંત્રની વાત કરીએ તો કોરોના વાયરસથી વિશ્વને રૂ.770 લાખ કરોડનું નુકસાન થયું છે. જેની ભરપાઈ કરવામાં ઘણા વર્ષો વીતી જશે. મેડિકલ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, સામાજીક એમ દરેક ક્ષેત્રના નિષ્ણાંતો અને વિશ્લેષકો પાસેથી મંતવ્ય મંગાવવામાં આવ્યા હતા અને આ માટે કરાયેલા એક સર્વેમાં માહિતી મળી છે કે, વૈશ્ર્વિક બજારને 11 ટ્રીલીયન ડોલરની હાનિ પહોચી છે.

 

વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) નો દર ઘડયો છે. પાંચ ટ્રિલિયન ડોલરની જીડીપીમાં ખાદ્ય પડી છે. અને આગામી 10 વર્ષનાં સમયમાં કોરોના કે તેના જેવા બીજા અન્ય રોગોને નાથવા વિશ્વને 260 બીલીયન ડોલરથી 270 બીલીયન ડોલર ભંડોળની જરૂર પડશે. કોરોના સંક્રમણથી દરેક દેશને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તો ખરા જ પણ વ્યકિતગત રીતે પણ મોટો ફટકો પડયો છે. મેડિકલ સિસ્ટમ પાછળ ઓચિંતો મોટો ખર્ચ થયો છે. આગામી સમયમાં કોઈ આ પ્રકારે નવો વાયરસ ખતરો ઉભો કરે તેવી ભીતિ સાથે આપાતકાલીન ફંડ માટે મોટુ ભંડોળ ફાળવવું જ પડશે.

ઉપરોક્ત અહેવાલ રજૂ કરતા સંશોધકોએ જણાવ્યું કે, પર્યાવરણ માટે ખતરારૂપ પ્રદુષણને નાથવો એટલો જ જરૂરી છે,  જેટલો કોરોનાને નાથવો જરૂરી છે.. એમ પણ વિશેષજ્ઞોનું કહેવું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More