ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
સરકારી કર્મચારીને ધમકાવનારા લોકોના એન્ટીસીપીટેરરી જામીન મંજૂર કરીને સમાજને ખોટું ઉદાહરણ આપવું નથી એવા દાવા સામે હાલમાં જ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાના ભાજપના નગરસેવક હરીશ કૃષ્ણા ભાંદિર્ગેના એન્ટીસીપેટરી બેલ ફગાવી દીધા છે. તેથી તેમની ધરપકડ થાય એવી શકયતા છે. આ નગરસેવકે મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા ખાતાના આસિસન્ટ એન્જિનિયરને ગાળો આપી હતી. તેથી તેમના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોતાના ઘરમાં ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યો હોવાની ભાજપના આ નેતાની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત
સરકારી કર્મચારી તેની ફરજ બજાવતો હોય અને નગરસેવક તેને ગાળો આપે, તેને ધમકાવે તથા તેની મારપીટ કરે તે યોગ્ય નથી. આ રીતે સરકારી કર્મચારીઓને ફોન પર ધમકીઓ આવી તો સંપૂર્ણ યંત્રણા પંગુ થઈ જશે અને આ ટ્રેન્ડ વધતો જ જશે તેથી તેના તરફ દૂર્લક્ષ કરવામાં આવે અને જો એન્ટીસીપીટેરી જામીન મંજૂર કરવામાં આવે તો કાયદાનું પાલન કરનારા નાગરિકોને ખોટો સંદેશો જશે. નગરસેવકો તરફથી દબાણ લાવવામાં આવે તો પાલિકા અને સરકારી યંત્રણા ખોરવાઈ જશે એવું કહીને કોર્ટે નગરસેવકના જામીન ફગાવી દીધા હતા.