ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
ભારતના અને વિશ્વનાં લોકો આતુરતાપૂર્વક કોરોનાની રસીની રાહ જોઈ રહયાં છે..પરંતું જૂન 2020 ના અંતમાં રસીકરણમાં કાર્યરત 28 નિષ્ણાતોનો એક સર્વે હાથ ધરાયો હતો. જેમાં જાણવાં મળ્યું છે કે આગામી 2021ના ઉનાળા સુધી કોરોનાની વેકસીન બજારમાં આવી શકે એમ નથી. જે લોકો એ આ સર્વેમાં ભાગ લીધો હતો તેઓ મોટે ભાગે કેનેડિયન અથવા અમેરિકન શિક્ષણવિદો હતા, જેઓ પોતાના ક્ષેત્રમાં કામ કરવાનો સરેરાશ 25 વર્ષનો અનુભવ ધરાવતા હતા. "અમે જે નિષ્ણાતોનો સર્વે કર્યો છે તે માને છે કે ત્યાં સુધીમાં રસી 'મંજૂરી' પછી 'સલામતી ચેતવણી'નું લેબલ મેળવશે તેવી સંભાવના છે. યુ.એસ. માં કાર્નેગી મેલોન યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર સ્ટીફન બ્રૂમલે જણાવ્યું હતું કે, "અમારા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે નિષ્ણાતો મોટા ભાગે સાર્સ-કો -2 રસી માટેની સમયરેખાને લઈ કોઈ ઉતાવળ કરવા માંગતા નથી."
આમ કોરોનાની મહામારી થી રસી ના આવે ત્યાં સુધી ઝૂઝવું પડશે..