કોરોના રસીકરણ કરાવું થયું વધુ સરળ, હવે ગુગલના માધ્યમથી પણ બુક થઈ શકશે વેક્સીનનો સ્લોટ; જાણો સમગ્ર પ્રક્રિયા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021 

બુધવાર

કોરોના મહામારી સામે લડવા માટે દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોવિન પોર્ટલથી રસી મૂકાવવાના સ્લોટ કે એપોઈન્ટમેન્ટ બુક થતી હતી. જેમાં અનેકવાર સ્લોટ ખાલી મળવાની રાહ જોવી પડતી હતી. હવે સરકારે આ સ્લોટ બુકિંગને વધુ સરળ બનાવી દીધુ છે. હવે રસીકરણ માટે સર્ચ એન્જિન ગૂગલ દ્વારા સ્લોટ પણ બુક કરી શકાશે. આ અંગેની જાણકારી કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ 19 નાં વેકસીનેશનને વધારે સરળ બનાવવા માટે એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે માત્ર ગૂગલ પર ‘કોવિડ વેક્સિન નિયર મી’ આટલું જ સર્ચ કરવાથી તમને સ્લોટ વગેરેની તમામ માહિતી દેખાશે. ગૂગલ સર્ચ કરવાથી વેક્સિન અંગે માહિતી તો મળશે જ સાથે એક ઓપ્શન પણ દેખાશે ‘બુક માય અપોઇન્ટમેન્ટ’. આ ફીચરનો ઉપયોગ કરીને સ્લોટ પણ બુક કરી શકાશે. 

વિશ્વના શક્તિશાળી દેશ અમેરિકાને પાછુ મોકલવા માટે આ આતંકી સંગઠને તાલિબાનને આપી શુભેચ્છા, કાશ્મીરને ભારતની ચૂંગાલમાંથી છોડાવાનું કર્યું આહવાન; જાણો વિગતે

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More