ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
ભારતની સંસ્કૃતિમાં ગાયને પશુ નહીં પરંતુ સ્વર્ગમાંથી ઉતરેલી કામધેનુ તરીકે પૂજવામાં આવે છે. ગૌમાતાના દૂધ ઉપરાંત છાણ અને મૂત્રમાંથી અનેક ઔષધિય તત્ત્વો મળી આવ્યાના અનેક પ્રમાણો પ્રાપ્ત છે. આગામી દિવાળી ‘કામધેનુ દીપાવલી અને ગૌ મય દીપક’ સૂત્ર અને સંકલ્પ સાથે ઉજવવા ‘ગૌ મૈયા દિયા’ પ્રોજેક્ટ હેઠળ ગૌમાતાના છાણમાંથી 11 કરોડ દિવા બનાવી વેચાણ અર્થે મુકવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.
હાલમાં ચીનની વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ છે. અને ચીનની હરકતોથી ભારતના લોકો પણ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે. જેથી આત્મનિર્ભર બનવા આગેકૂચ કરતા ભારત માટે સ્વદેશમાં બનેલા દીવડાઓનો વપરાશ વધી જશે.
વર્તમાન સમયે મહામારી વચ્ચે ઘર-ઘરમાં કપુર સહિતની ઔષધીય સામગ્રી સાથે ગાયના છાણનો ધૂપ-દીપ કરવાનું ચલણ વધી ગયું છે. ત્યારે ગો રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગાયના છાણમાંથી 11 કરોડ જેટલા દીવડા બનાવી તેનું વેચાણ કરવાનું નક્કી કરાયું છે. આ માટે સંસ્થા દ્વારા ગૌશાળા તેમજ વિવિધ સ્વૈચ્છિક સંગઠનો સાથે વાટાઘાટ ચાલી રહી છે. મઠ, મંદિરો, આશ્રમ, સંસ્થાઓ બધે ગાયના ગોબરમાંથી બનેલા દીવડા પ્રગટાવી આ દિવાળી ઉજવવી. એક દીવો (કોડીયું) એક રૂપિયાનો થશે. ફક્ત માટીને બદલે આ દીવડામાં ગાયના છાણનો ઉપયોગ થશે. જરૂર મુજબ તેમાં માટી ભેળવી શકાશે. કોડીયું તૈયાર થઈ જાય એટલે તેમાં શણગાર, કલર, જરી વગેરે ડેકોરેશન કરી આકર્ષક બનાવી શકાશે. ‘ગૌ મૈયા દિયા’ યોજનાથી ગામડાંની સ્ત્રીઓને રોજગારી મળશે તેમજ આર્થિક ઉપાર્જન કરી શકશે.
નોંધનીય છે કે આ વર્ષે ગણેશોત્સવ વખતે 1.1 લાખ ગણેશની મૂર્તિ ગાયના છાણમાંથી બનાવવામાં આવી હતી. પર્યાવરણરક્ષક આ પ્રયોગને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો…