ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર.
સાયબર હૅકરે છેક મુંબઈ સાયબર પોલિસના ઈ-મેલને હેક કરી લેવાનો ચોંકવનારો બનાવ બન્યો છે. પોલીસ દળનો મહત્તવનો ડેટા ચોરી કરવાને ઈરાદે હેકરે આ કૃત્યુ કર્યું હોવાનો અંદાજો છે. પાકિસ્તાન, દિલ્લી અને ઉત્તર પ્રદેશથી આ હેકિંગ થવાની શકયતા સાયબર ખાતાએ વ્યકત કરી છે, આ પ્રકરણની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઈ પોલીસના ઈસ્ટન રિજન સાયબર વિભાગના સત્તાવાર ઈ મેલને હેકરે હેક કરી લીધો હતો.
શૅરબજારના બિગ બુલિશ રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું અપના ટાઇમ આ ગયા; ઝુનઝુનવાલાની 'આકાસા ઍર'ના વિમાનો ઊડશે
તેના પરથી રાજયના તમામ પોલીસ સ્ટેશનના સત્તાવાર ઈમેલ આઈડી, ક્રાઈમ બ્રાન્ચ તેમ જ સરકારી ઈમેલ આઈડી પર એક મેલ મોકલી દીધા હતા. “ટેરરિસ્ટ બિહાઈન્ડ જેકે એટેક ગનેડ ડાઉન ઈન મુંબઈ” જેવા ઈંગ્લિશ મેસેજ સાથે ઈન્ટેલિન્સ રિપોર્ટ લખીને એક પીડીએફ ફાઈલ પણ ઈમેલ સાથે અટેચ્ડ કરીને મોકલવામા આવી છે. આ પીડીએફ ફાઈલ ઓપન કરવાની સાથે જ ડેટા હેક થવાની શકયતા છે. આ ફિશીંગ ઈમેલ હોવાથી અજ્ઞાત ઈમેલ હેકરે આ મોકલ્યો હોવાનું ધ્યાનમાં આવતા જ મુંબઈ સાયબર ડિપાર્ટમેન્ટ અને મહારાષ્ટ્ર સાયબર ડિપાર્ટમેન્ટ એલર્ટ થઈ ગયું હતું. તેમ જ તમામ લોકોને આ પીડીએફ ફાઈલ ઓપન નહીં કરવાની અપીલ કરી હતી.