News Continuous Bureau | Mumbai
દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું છે કે જો દીકરી પોતાના પિતા સાથે કોઈ પણ રિલેશનો જાળવવા ન માગતી હોય તો તે પોતાના શિક્ષણ કે લગ્ન માટે પિતા પાસેથી કોઈ પણ રાશિ મેળવવા માટે હકદાર નથી. આવી દીકરીનો તેના પિતાની મિલકત પર કોઈ અધિકાર નથી.
જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ સંજય કિશન કૌલની ડિવિઝન બેન્ચે છૂટાછેડાના કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે જો દિકરીએ પોતાના પિતા સાથે કોઈ સંબંધ રાખવા નથી માગતી, તો તેના શિક્ષણ અને વિવાહમાં થનારા ખર્ચ માટે રૂપિયાની માગ કરી શકતી નથી.
આ સમાચાર પણ વાંચો : BMC ફરી એક્શન મોડમાં.. રસ્તા પર બેવારસ રહેલા આટલા વાહનો કર્યા જપ્ત, અઠવાડિયામાં આપી ૩,૩૮૧ વાહનધારકોને નોટિસ.. જાણો વિગતે
આ કેસમાં અરજદારે તેની પત્નીથી અલગ થવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યાં કોર્ટે સંબંધોમાં કડવાશને કારણે અરજદાર પતિને તેની પત્નીને છૂટાછેડા આપવાની મંજૂરી આપી હતી.આ કેસની સુનાવણી બાદ બેન્ચે કહ્યું કે, તમામ દલીલો પરથી જાણવા મળે છે કે પત્ની પાસે પૈસા નથી અને આવકનો કોઈ સ્ત્રોત નથી. તે તેના ભાઈ સાથે રહે છે અને તે તેના અને તેની પુત્રીના ભણતરનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. પતિ દ્વારા હાલમાં પત્નીને વચગાળાના ભરણપોષણ તરીકે મહિને આઠ હજાર રૂપિયા આપવામાં આવે છે અને તે તમામ દાવાઓ તરીકે પત્નીને 10 લાખ રૂપિયાની એકસાથે રકમ પણ ચૂકવી શકે છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું હતું કે જો માતા તેની પુત્રીને મદદ કરવા માંગે છે, તો આ રકમ તેની પાસે રહેશે. દીકરી જન્મથી જ તેની માતા સાથે રહે છે. અગાઉ અરજદારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, જે મંજૂર થઈ હતી. જિલ્લા કોર્ટના નિર્ણયને પત્ની વતી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બાદમાં હાઈકોર્ટે જિલ્લા કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો. આ પછી પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુપ્રીમ કોર્ટ વતી મધ્યસ્થતા કેન્દ્રે પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ સફળ થઈ શક્યો ન હતો.
આ સમાચાર પણ વાંચો : 2022નું પ્રથમ વાવાઝોડું ‘અસાની’ દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં, આ તારીખે આંદામાન અને નિકોબાર ટાપુ સુધી પહોંચવાની શક્યતા