કોરોના સાઈડ ઈફેક્ટ.. બાળકોમાં જોવા મળી ઓનલાઈન શિક્ષણની આડઅસર, આટલા ટકા વિદ્યાર્થીઓમાં સમજશક્તિ અને શિસ્તમાં ઘટાડો… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,            

મુંબઈ, 05 માર્ચ, 2022,         

શનિવાર

કોરોના કાળમાં માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણમાં હતા અને હવે વર્ગખંડમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે ત્યારે બે માસ દરમિયાન આ વિદ્યાર્થીઓમાં સમજણશક્તિ ઘટી છે સાથે શિસ્ત પણ ઓછી થઇ ગઇ છે. વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે સર અને રૂચિ પણ ઘટી ગયા છે. જે ચિંતાજનક બાબત છે. 

વિદ્યાર્થીઓમાં ૭૫ ટકા જેટલા વિદ્યાર્થીઓમાં વર્ગખંડમાં એકાગ્રતા ઘટી છે. ચાલુ લેક્ચરમાં વિદ્યાર્થીઓ એકધારા બેસી શકતા નથી. ૯૦ ટકા જેટલા વિદ્યાર્થીઓનું મોબાઇલ સાથેનું જાેડાણ વ્યસન કહેવાય તે હદે થઇ ગયું છે. અંદાજિત ૭૦ ટકા બાળકોની લખવાની ક્ષમતા ઘટી છે. કેટલાક તો લખવાનું ભુલી ગયા છે. ૪૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ જે અગાઉ નિયમિત હોમવર્ક લાવતા તે હવે ગૃહકાર્ય લાવતા નથી. કેટલાક વિદ્યાર્થી અતડા થઇ ગયા છે તેમ શિક્ષણવિદ મનહરભાઇ રાઠોડે જણાવ્યું હતુ.ગણિત જેવા વિષયમાં કાચા થયા છે. ૩૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ આપેલી સૂચનાઓનું પાલન કરતા નથી. જેથી શાળાઓમાં શિસ્તના પ્રશ્નો ઉભા થયા છે. જે અગાઉ ન હતા. વિડીયો ગેમના વ્યસનને લીધે બાળકો હિંસક થયા છે. વધુ તોફાની થયા છે. માનસિકતા પણ વિપરીત અસર પડી છે. 

મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરિયર નહીં થાય બરબાદ.. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

ધો-૯ બાળકો પર ખુબજ વિપરીત અસરો જાેવા મળી છે. ૪૦ % બાળકો જ માનસિક રીતે શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા રહે છે. બાકીના બાળકો પૈકી કેટલાય બાળકોએ અભ્યાસ પણ છોડીને કોઈને કોઈ વ્યવસાયમાં જાેડાઇ ગયા છે. શાળાએ આવતા બાળકો પૈકી કેટલાક બાળકોમાં શિસ્તના પ્રશ્નો પણ જોવા મળે છે. ઇવન તેને વાળ, નખ, યુનિફોર્મ અંગેની સૂચના અવારનવાર આપવી પડે છે. એમને આપવામાં આવતા ગૃહકાર્યમાં પણ તેઓને સુચનાઓનું પુનરાવર્તન સતત કરાવવું પડે છે. 

શાળાઓની પ્રણાલીમાં બેસતા એમને હજુ ઘણો સમય લાગશે.ઘેરથી આપેલું હોમવૉર્ક પણ ૮૦% બાળકો જ લાવે છે.લખવાની પ્રેક્ટિસ પણ જતી રહી છે તેમને ફરી અક્ષર સુધારણા અને ગુણવત્તા સુધારણા તેમજ દરેક વિષયોનું પ્રાથમિક કાર્ય નવેસરથી કરવું જ રહ્યું. વાલીઓ આ બધું ઈચ્છે જ છે પણ તેઓ સમય ફાળવી નથી શકતા તેમ શિક્ષણવીદ તરૂણભાઇ વ્યાસે જણાવ્યું હતુ. આમ ઓનલાઈન શિક્ષણના વિપરીત પરિણામો વિદ્યાર્થીઓમાં જાેવા મળી રહ્યા છે.

ભારતે  સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું કર્યું સફળ પરીક્ષણ, ટાર્ગેટ પર કર્યું હિટ; જુઓ  વિડિયો

માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના બેઝિક કન્સેપ્ટ ભુલી ગયા હોય તેવો વર્તાવ છે. સાથે મૂળભૂત પાકુ કરેલું હોય તે પણ ભુલતા થઇ ગયા છે. ગણિત- અને વિજ્ઞાન જેવા મેઇન વિષયોમાં ધો.૧૦-૧૨માં બોર્ડની પરીક્ષામાં પરિણામ ઘટશે તેવું લાગે છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!