ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુલાઈ 2020
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં નેપોટિઝમ વિવાદ બાદ બોલિવૂડમાં એક નવો વિવાદ ઉભો થયો છે. 'છપાક' ફિલ્મના પ્રમોશન દરમિયાન જેએનયુ પ્રોટેસ્ટમાં જોવા મળેલી દીપિકા પાદુકોણ ફરી એક વખત હેડલાઇન્સમાં છે. જેએનયુમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સાથે ઉભા રહેવા માટે તેણે પાકિસ્તાની એજન્ટ પાસેથી આશરે 5 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. અહેવાલ મુજબ, રૉ ના એક પૂર્વ અધિકારી એન કે સૂદે દાવો કર્યો હતો કે દીપિકા પાકિસ્તાની એજન્ટની વિનંતી બાદ ગઈ હતી. તે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું મનાય છે. સૂદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દીપિકાએ સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે 5 કરોડ રૂપિયા લીધા હતા.
અહેવાલો અનુસાર, આ વર્ષની શરૂઆતમાં સૂદે તેમની યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કર્યો હતો. વીડિયોમાં સૂદે કહ્યું હતું કે, દીપિકા પાદુકોણના પાકિસ્તાની એજન્ટ સાથે કનેક્શન છે અને તેનો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. સૂદે એવો આક્ષેપ કર્યો હતો કે જેએનયુ જતા પહેલા દીપિકાને બે કોલ આવ્યા હતા. એક કોલ કરાચીથી આવ્યો અને બીજો દુબઇથી. પાકિસ્તાની એજન્ટ કે તેની સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિએ દીપિકાને જેએનયુ જવાની અપીલ કરી હતી.
નોંધનીય છે કે જાન્યુઆરી 2020 માં, અભિનેત્રી અને નિર્માતા દીપિકા પાદુકોણ તેની ફિલ્મ છપાકના રિલીઝના થોડા દિવસો પહેલા જેએનયુના વિરોધ પ્રદર્શનમાં જોવા મળી હતી. દીપિકા નાગરિકતા સુધારો કાયદા માટે જેએનયુ એટેકમાં પજવણી કરાયેલા વિદ્યાર્થીઓને સમર્થન આપવા પહોંચી હતી. જોકે ઘણા લોકોએ તેના સમર્થન માટે પ્રશંસા કરી હતી પરંતુ ઘણાએ તેની ફિલ્મનો બહિષ્કાર કરવાનો નિર્ણય પણ કર્યો હતો…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com