ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ હવાઈ યાત્રામાં તેજી આવવના કારણે વર્તમાન સમયમાં એર ટિકિટની કિંમત ખૂબ જ વધી ગઈ છે.
બ્રિટિશ એરવેઝની દિલ્હીથી લંડનની ફ્લાઈટનું 26મી ઓગષ્ટનું બિઝનેસ ક્લાસનું ભાડું 3.95 લાખ રૂપિયા છે. જ્યારે આ જ દિવસનું ઈકોનોમી ક્લાસનું ભાડું 1.03 લાખથી 1.47 લાખ રૂપિયા રૂપિયા સુધી પહોંચી ગયું છે.
દિલ્હીથી ન્યૂયોર્ક સુધીની ફ્લાઈટનું ઈકોનોમી ક્લાસનું સરેરાશ ભાડું જુલાઈ મહિનામાં 69,034 રૂપિયા હતું જે ઓગસ્ટ માં વધીને 87,542 રૂપિયા સુધી પહોંચી ગયું છે.
છેલ્લા એક મહિનામાં ભારે માંગ વચ્ચે ભારતથી પ્રમુખ આંતરરાષ્ટ્રીય રૂટનું ભાડું ખૂબ જ વધી ગયું છે.
ઉલ્લેખનીય છે કે સરકારે સામાન્ય કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર ગત વર્ષે 23 માર્ચથી જ રોક લગાવી રાખી છે. હાલ સ્ટુડન્ટ સહિતના એ લોકો માટે જ ફ્લાઈટ સેવા ચાલુ છે જેમના માટે મુસાફરી કરવી ખૂબ જ જરૂરી છે