ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
ડેરાના પ્રમુખ રામ રહીમને આખરે પેરોલ મળી ગયા છે. આ પેરોલ માટે તેમણે સ્થાનિક અદાલતોમાં વારંવાર પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેઓ સફળ રહ્યા નહોતા. હવે આખરે તેમને પેરોલ મળી ગયા છે. જોકે આ પેરોલ માત્ર ૪૮ કલાક માટે જ મળ્યા છે. હાલ રામ રહીમ ગુરુગ્રામમાં મનેસર પાસે એક ફાર્મ હાઉસમાં છે. તેમની માતાનો અત્યારે ઇલાજ ચાલી રહ્યો છે અને તે મેદાંતા હૉસ્પિટલમાં ભરતી છે.
ઉલ્લેખનીય છે કે રામ રહીમને યૌનશોષણ મામલામાં જેલની સજા થઈ છે.