ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 8 એપ્રિલ 2021.
ગુરૂવાર.
મુંબઈમાં વધતા કોરોના સંક્રમિતોની સંખ્યા સાથે અમુક દર્દીઓ એવા પણ છે કે જેમને કોરોનાના લક્ષણ હોવા છતાં તેમના રિપોર્ટ નેગેટિવ આવે છે. તો ચાલો જાણીએ કે વિશેષજ્ઞોનું એ વિશે શું કહેવું છે.
ડોક્ટરોનું દ્રઢપણે માનવું છે કે, દર્દીઓનું એકજૂથ એવું પણ છે કે જેમનામાં covid-19 ના લક્ષણો હોવા છતાં તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આનું એક કારણ એ પણ હોઈ શકે કે તે દર્દીઓના સ્વેબ સેમ્પલ લીધા પછી પરીક્ષણમાં વિલંબ થયો હોય.
મુંબઈની એક જૂની સરકારી હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર "અમુક દર્દીઓ એવા છે કે જેમને તાવ કફ શરદી અને શરીર માં દુખાવા ના લક્ષણો હોવા છતાં તેમનું પરીક્ષણ નકારાત્મક આવે છે.પ્રથમ લક્ષણ દેખાયા પછીના ત્રીજા થી સાતમા દિવસ સુધી જો એ વાયરસ નું પરીક્ષણ કરવામાં ન આવે તો તે રિપોર્ટ નેગેટિવ આવવાની સંભાવના વધી જાય છે.જોકે ઘણા બધા દર્દીઓ એવા પણ છે કે જેમને લક્ષણો ક્યારે દેખાય છે તે અંગે તેઓ સ્પષ્ટ નથી હોતા. કેટલાકને ગંભીર ઉધરસ પછી એક દિવસ તાવ આવે છે, તો કેટલાકને શરૂઆતમાં નાક બંધ થઇ જાય છે."
મુંબઈની જ એક બહુ પ્રખ્યાત હોસ્પિટલના તબીબ જણાવે છે કે, "આરટી પીસીઆર ટેસ્ટ કોવિડના સાર્સ- કોવિ- 2 વાઇરસને શોધી કાઢવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. જોકે આરટી પીસીઆર ટેસ્ટનું ૬૫થી ૭૦ ટકા જેટલું પરિણામ એક્યુરેટ હોય છે. આવા સમયે ડોક્ટરોએ નિદાન સ્થાપિત કરવા chest CT scan પર આધાર રાખવો યોગ્ય ગણાય. આ chest CT scan નું પરિણામ સો ટકા એક્યુરેટ હોય છે.કોવિડ દર્દીઓના ફેફસાની અંદર એક વિશિષ્ટ કાચ જેવો દેખાવ હોય છે જે સીટી સ્કેન ની પ્રક્રિયા દરમિયાન અચૂકપણે દેખાય છે. સીટી સ્કેન કરાવવાનો શ્રેષ્ઠ સમય ૭થી ૧૧ દિવસ નો હોય છે"