ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ વિશે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને એવા પ્રશ્નો પૂછ્યા છે જે પ્રશ્નો સત્તાધારીઓને મૂંઝવી નાખે એવા છે. આ રહ્યા મનસુખ હિરેન હત્યાકાંડ અને એન્ટિલિયા ની નીચે બોમ્બથી ભરેલી ગાડી મામલે સળગતા પ્રશ્નો.
૧. મનસુખ હિરેન હત્યાકાંડમાં જો મનસુખ હિરેન નું મૃત્યુ ડૂબવાથી થયું છે તો પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના ફેફસામાં પાણી કેમ નથી?
૨. મનસુખ હિરેન નો મૃતદેહ હાઈટાઈડ સમયે ખાડી માં નાખવાનો હતો. પરંતુ તેની હત્યા કરવામાં મોડું થયું હોવાને કારણે તેને કારણે ભરતી ના સ્થાને ઓટ આવી ગઈ પરિણામ સ્વરૂપ તેનો મૃતદેહ દરિયાકાંઠે આવી ગયો. શું ખરેખર આવી sequence ગોઠવાઈ છે?
હિરેન હત્યાકાંડ : હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ સપાટામાં, અત્યાર સુધી શું કર્યું?
૩. મનસુખ હિરેન ની હત્યા તેનું મોઢું દાબીને કરવામાં આવી. આનો અર્થ એ થાય છે કે આ કામ કોઈ એક વ્યક્તિનું નથી. તો આમાં કેટલા લોકો સામેલ છે?
૪. સચિન વઝે એક સસ્પેન્ડેડ ઓફિસર હતો. તો પછી તેને કોરોના ના કામ હેઠળ નોકરીમાં પાછો કેમ લેવામાં આવ્યો? અને જો લેવામાં આવ્યો તો એને મહત્વપૂર્ણ જવાબદારી કેમ સોંપવામાં આવી.
'બડે બેઆબરૂ હોકર નીકલે… તેરે કૂચે સે હમ' પરમવીર સિંહ કોઈપણ જાતની ફોર્માલિટી વિના પોલીસ હેડકવાર્ટર છોડીને જતા રહ્યા.
૫. શું સચિન વઝે મુંબઈ પોલીસમાં પોલીસ કમિશનર પછી સૌથી શક્તિશાળી વ્યક્તિ હતો? આખરે પોલીસ કમિશનર ઓફિસ ની અંદર એ ગાડી કઈ રીતે વાપરવામાં આવી જે ગાડી એન્ટિલિયા નીચે રાખવામાં આવેલા વિસ્ફોટક ને એસ્કોર્ટ કરી રહી હતી.