News Continuous Bureau | Mumbai
હવાઈ મુસાફરી(Air passenger) કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ડીજીસીએ(DGCA) એ હવે હવાઈ મુસાફરી કરવાના નિયમો(Rules change for air passenger)માં મોટો ફેરફાર કર્યો છે. હવે દિવ્યાંગ પેસેન્જર ફ્લાઈટમાં બેસવા માટે ફિટ છે કે નહીં, આ કામ એરલાઈન્સ કંપનીઓ નહીં પરંતુ ડોક્ટર નક્કી કરશે. જાે ડોક્ટર ટેસ્ટમાં કોઈ મુસાફર અયોગ્ય ઠરશે તો તેણે ફ્લાઈટ(Flight)માં મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.
આ નિર્ણય રાંચી એરપોર્ટ(Ranchi Airport)ની ઘટના બાદ લેવાયો છે. જ્યાં ઇન્ડિગો(Indigo)એ એક દિવ્યાંગ બાળકને પ્લેનમાં મુસાફરી(travelling) કરવા માટે ના પાડી દીધી હતી. ત્યારબાદ આ ઘટનાનો વિરોધ થયો હતો. ઈન્ડિગોની આ કાર્યવાહી પર કડકાઈ બતાવતા DGCAએ ૫ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. મુસાફરોની સુરક્ષા(Security)ને ધ્યાનમાં રાખીને ૭ મેના રોજ એક વિકલાંગ બાળકને રાંચી-હૈદરાબાદ ફ્લાઈટ(Ranchi-Hyderbad flight)માં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વાસ્તવમાં તે બાળક ખૂબ જ નર્વસ દેખાતો હતો. પછી ઈન્ડિગો પર કડકાઈ દેખાડતા ડીજીસીએ(DGCA)એ ઈન્ડિગોના કર્મચારીઓનું વર્તન ખોટું હોવાનું કહીને ૫ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો અને તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ.
આ સમાચાર પણ વાંચો : કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ મુદ્દે AAPનો વિરોધ- કેન્દ્રની મોદી સરકાર પર સાધ્યું નિશાન- કાશ્મીરી પંડિતોના પલાયનને લઈને કહી આ વાત
દેશની એરલાઇન(air line) કંપનીઓ પર નિયમન કરતી સર્વોચ્ચ નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પોતાના આદેશમાં જણાવ્યું છે કે, 'એરલાઇન કોઇપણ મુસાફરને વિકલાંગતાના આધારે વિમાન(plane)માં બેસવો દેવો કે નહીં તેની પરવાનગી આપવાનો ઈનકાર કરશે નહીં. જો કોઈ એરલાઈન્સ(Airlines)ને લાગે છે કે ફ્લાઇટમાં જે તે પેસેન્જરનું સ્વાસ્થ્ય બગડી શકે છે, તો તે પેસેન્જરને ડૉક્ટર(doctor) દ્વારા તપાસ કરાવવી પડશે. ત્યારબાદ ડૉક્ટર સ્પષ્ટપણે પેસેન્જરની મેડિકલ કન્ડિશન(Medical condition) વિશે માહિતી આપશે. ડૉક્ટર કહેશે કે પેસેન્જર યોગ્ય છે કે નહીં. ડૉક્ટરની સલાહ લીધા પછી જ એરલાઈન્સ કંપનીઓ કોઈ નિર્ણય લઈ શકે છે.
નોંધનીય છે કે ગત ૭ મેના રોજ એક વિકલાંગ બાળકને એરલાઇનના ગ્રાઉન્ડ સ્ટાફ(Groud staff) દ્વારા બોર્ડિંગ કરતા અટકાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાની ચારેબાજુ ટીકા થઈ રહી હતી, ત્યારબાદ સિવિલ એવિએશન ઓથોરિટી(Civil aviation authority)એ તેની ગંભીર નોંધ લીધી અને તેની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન રાંચી-હૈદરાબાદ ફ્લાઇટની પેસેન્જર મનીષા ગુપ્તાએ બાળક અને તેના માતા-પિતાને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા થતી પરેશાનીને લોકો સમક્ષ રાખી તો ઘટનાનું સત્ય સામે આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : વારાણસી બ્લાસ્ટ – આતંકી વલીઉલ્લાહને મળ્યું તેના કર્મોનું ફળ- ગાઝિયાબાદ કોર્ટે ફટકારી આ આકરી સજા