ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અને ટેક કંપનીઓ વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યાં ટેક કંપનીઓ રશિયા અને રશિયન મીડિયા પર વિવિધ પ્રકારનાં નિયંત્રણો લાદી રહી છે. બીજી તરફ રશિયા પણ ટેક કંપનીઓ ઉપર સતત હુમલા કરી રહ્યાં છે. રશિયાએ ફેસબુક, ટિ્વટર સહિત અન્ય કંપનીઓ પર અનેક રીતે લગામ લગાવવાની કોશિશ કરી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઘણી જગ્યાએ ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી. આવી સ્થિતિમાં યુક્રેનના નાયબ વડાપ્રધાન મિખાઈલો ફેડોરોવે સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કની મદદ માંગી હતી. એલોન મસ્ક યુક્રેનની મદદ માટે આગળ આવ્યા અને તેમણે પોતાની સ્ટારલિંક દ્વારા યુક્રેનમાં ઇન્ટરનેટ સેવા પૂરી પાડી છે.
ફેસબુકની મૂળ કંપની મેટા અને ગૂગલએ રશિયન મીડિયા પર નિયંત્રણો લાદ્યા છે. તેના જવાબમાં, રશિયાએ ગત અઠવાડિયે શુક્રવારે ફેસબુકની ઍક્સેસ મર્યાદિત કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રશિયાની વાત ન સાંભળવા બદલ આ પગલું લેવામાં આવ્યું છે. ખરેખર, મેટાએ રશિયાએના સરકારી મીડિયા આઉટલેટ્સની ફેક્ટ ચેક પર રોક લગાવા માટે કર્યું હતું.
ટિ્વટરે ગત અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે તેમની સેવા કેટલાક રશિયન વપરાશકર્તાઓ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. ફેસબુક પર ઈમેજ અને વીડિયો લોડ કરવાની સ્પીડ ધીમી પડી ગઈ છે. યુઝર્સના મતે ફેસબુક મેસેન્જરને લોડ થવામાં ઘણો સમય લાગી રહ્યો છે અને તે પછી પણ તે સંપૂર્ણ રીતે લોડ થઈ શકતું નથી.
દક્ષિણ મુંબઈના આ વિસ્તારમાં આવેલા કપડાના કારખાનામાં લાગી ભીષણ આગ, જાનહાની નહીં; જાણો વિગત
તાજેતરના દિવસોમાં રશિયામાં ઘણી સરકારી વેબસાઈટ પણ આઉટેજનો ભોગ બની છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર મુખ્ય સોશિયલ મીડિયા, વીડિયો અને લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર થઈ રહી છે. તે જ સમયે, યુક્રેનના અધિકારીઓ પણ ટેક કંપનીઓ પર દબાણ વધારી રહ્યા છે. યુક્રેનિયન સત્તાવાળાઓ ટેક કંપનીઓને “ખોટા સમાચાર” રોકવા માટે તેમના પ્લેટફોર્મ પરથી રશિયન વપરાશકર્તાઓને દૂર કરવા કહ્યું છે.
યુટ્યુબએ ગત અઠવાડિયે કમાણી બંધ કરી દીધી, યુટ્યુબે રશિયન મીડિયાની કમાણી પણ બ્લોક કરી દીધી. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે જાહેરાતો દ્વારા કમાણી બંધ કરી દીધી છે. આમાં ઇ્ સહિત અન્ય રશિયન મીડિયાનો સમાવેશ થાય છે. તે જ સમયે, ગૂગલે યુક્રેનની સરહદમાં આરટી એપ ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય યુક્રેનમાં ગૂગલ મેપ્સનું લાઈવ ટ્રાફિક ફીચર પણ બંધ કરી દેવામાં આવ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ટેક કંપનીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જે રીતે યુક્રેન તેમજ ટેક કંપનીઓ સાથે રશિયાનો સંઘર્ષ વધી રહ્યો છે તેની અસર રશિયા પર પણ પડશે. તાજેતરમાં, યુક્રેને રશિયા પર હુમલો કરવા માટે IT આર્મીની પણ જાહેરાત કરી છે. જેના નિશાના પર રશિયન સરકારની મુખ્ય વેબસાઇટ્સ છે.