ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 સપ્ટેમ્બર 2020
છેલ્લા બે મહિનામાં ભારતમાં 20,000 થી વધુ લોકોનાં મોત સાપના કરડવાથી નીપજ્યાં છે. દર વર્ષે, વિશ્વમાં કુલ 1.25 મિલિયનથી વધુ લોકો સાપના ડંખથી મરે છે. આ મૃત્યુ પામેલા લોકોમાંથી અડધા અડધ ભારતીય હોય છે. ભારતમાં દર વર્ષે આશરે 60 હજાર લોકો સાપના ડંખને લીધે પોતાનો જીવ ગુમાવે છે. આમાંથી મોટાભાગના મૃત્યુ એકલા જૂનથી સપ્ટેમ્બર મહિનામાં થાય છે. જેમાંથી મોટા ભાગના મૃત્યુ ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. જ્યારે શહેરી વિસ્તારોમાં સાપના ડંખથી મરનારની સંખ્યા માત્ર ત્રણ ટકા જેટલી છે.
કેટલાક રોગો મોસમી હોય છે જે ખાસ સમય અને આબોહવામાં જ ફેલાય છે. અને કેટલાક કોવિડ -19 જેવા રોગો અચાનક સામે આવે છે. પરંતુ, તમામ મોસમી રોગો અને કોરોનાના રોગચાળા વચ્ચે, સર્પદંશ થી આટલી મોટી સંખ્યામાં મોટ પામ્યાનું સામે આવ્યું છે.
આંકડા ની વાર્તા…
એક રિપોર્ટ અનુસાર રાજસ્થાનના, એકલા બિકાનેર જિલ્લામાં, છેલ્લા 15 દિવસમાં 500 થી વધુ સાપ કરડવાના અહેવાલ છે. ડબ્લ્યુએચઓ મુજબ દર વર્ષે સાપ કરડવાથી દોઢ કરોડ લોકો મરે છે. આ મૃત્યુ પામેલા લોકોમાંથી અડધા ભારતીય છે. ભારતમાં દર વર્ષે સાપના કરડવાથી લગભગ 60 હજાર લોકો પોતાનો જીવ ગુમાવે છે. આમાંથી 60 ટકા મૃત્યુ એકલા જૂનથી સપ્ટેમ્બર મહિનામાં થાય છે. તેમાંથી 97 ટકા મૃત્યુ ગ્રામીણ વિસ્તારોમાં થાય છે જ્યારે ત્રણ ટકા મૃત્યુ શહેરી વિસ્તારોમાં થાય છે.
મોસમની અસર…
જૂનથી સપ્ટેમ્બર એટલે ચોમાસાનો સમય (વરસાદ) આ સમય દરમિયાન, વરસાદનું પાણી સાપના દરમાં અને કાંઠાઓ પર ભરાઈ જાય છે, જેના કારણે સાપ સલામત સ્થળ શોધમાં બહાર આવે છે. સાપના સમાગમ માટે પણ આ સમય છે. આને કારણે તેની વર્તણૂક થોડી આક્રમક રહે છે. અને આ વરસાદની સિઝનમાં ખેડુતો અને મજૂરો ડાંગર, સોયાબીન અને બાજરીનાં પાકનું વાવેતર કરે છે, જેના કારણે આ સમયગાળામાં સાપ કરડવાના બનાવો વધારે હોય છે.
યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ રિસર્ચ, યુનાઇટેડ કિંગડમની ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને કેટલીક ભારતીય સંસ્થાઓએ સાથે મળી, જુલાઇમાં એક સંશોધનનાં પરિણામો જાહેર કર્યા છે. એવું કહેવામાં આવે છે કે વર્ષ 2000 થી 2019 દરમિયાન ભારતમાં લગભગ 12 લાખ લોકો સાપના ડંખથી મરી ગયા છે. આ મૃત્યુમાંથી મોટાભાગના કિસ્સા બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, ગુજરાત અને આંધ્રપ્રદેશ – માત્ર આઠ રાજ્યોનાં ગ્રામીણ વિસ્તારોમાં બન્યા છે.
વિશ્વના સાપ…
સમગ્ર વિશ્વમાં આશરે 2500 પ્રજાતિના સાપ જોવા મળે છે. આમાંના માત્ર 40 ટકા સાપમાં ઝેર જોવા મળે છે. તેમાંથી પણ માત્ર 10 ટકા સાપ એવા છે, જેમના કરડવાથી મનુષ્ય મૃત્યુ પામે છે. એકલા ભારતમાં સાપની 270 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી ફક્ત 50 જાતિઓ ઝેરી છે અને આ પાંચમાંથી માત્ર 5 એવી પ્રજાતિઓ છે કે જે મોટાભાગના સ્થળોએ જોવા મળતાં માનવ મૃત્યુનું કારણ બને છે…