ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
રેસલર સાગર રાણા હત્યા કેસમાં ઓલિમ્પિક પદક વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. હવે આ કેસમાં એક નવો મોડ આવ્યો છે. સુશીલ કુમારનું કોંગ્રેસ કનેક્શન હોવાની વાત સામે આવી રહી છે.
ભુપેન્દ્ર અને અજય આ બે વ્યક્તિના નામ હવે સામે આવી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે આ બંને શખસ સુશીલ કુમારની ખૂબ નજીક છે. અજયના પિતા કોંગ્રેસના કોર્પોરેટર હોવાનો દાવો કરાયો છે. ભુપેન્દ્ર વિરુદ્ધ ફરીદાબાદમાં ગેરકાયદેસર હથિયાર વહન કરવા બદલ પણ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ આ હત્યાના કેસમાં સુશીલ કુમાર સહિત ૨૦ આરોપીઓની શોધમાં છે. તેમાંથી કેટલાકની રોહતકથી ધરપકડ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર નર્સો સાથે વાત કરતાં રડી પડ્યા આ મુખ્યમંત્રી; જાણો સમગ્ર ઘટના અહીં
ઉલ્લેખનીય છે કે ૪ મેના દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજોના બે જૂથ અથડામણ થઈ હતી. આ ઘટનામાં ૨૩ વર્ષીય રેસલર સાગર રાણાએ જીવી ગુમાવ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો.