સેક્સ પાવર વધારવા અને સ્માર્ટ બનવા માટે ગધેડાનું માંસ ખાઈ રહ્યા છે લોકો- ચોંકાવનારો ખુલાસો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોઈ મૂર્ખને ગધેડો(Donkey) કહીને સંબોધિત કરવામાં આવે છે. જાણીને નવાઈ લાગશે કે આ જ ગધેડાનું માંસ(Donkey meat) મગજ તેજ કરવા અને સેક્સ પાવર(Sex Power) વધારવા માટે ખાવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં(Andhra Pradesh) ગધેડાનું માંસ મોટા પાયે વેચાઈ રહ્યું છે. માંગને કારણે પ્રતિબંધિત ગધેડાનું માંસ પણ બજારમાં મોટા પાયે વેચાઈ રહ્યું છે. એટલું જ નહીં ગધેડાના માંસની મોટી કિંમતો પણ વસૂલવામાં આવી રહી છે. હાલમાં જ આંધ્રપ્રદેશના બાપતલામાં(Baptala) મોટી કાર્યવાહી કરતા પોલીસે 400 કિલો ગધેડાનું માંસ જપ્ત કર્યું હતું. PETAની ફરિયાદ પર આંધ્રપ્રદેશ પોલીસ(Andhra Pradesh Police) ઝડપથી કાર્યવાહી કરી રહી છે અને ગધેડાનું માંસ જપ્ત કરી રહી છે.

પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ(People for the Ethical Treatment of Animals) (પેટા) ઈન્ડિયાએ આંધ્રપ્રદેશમાં તાજેતરમાં આ બાબતે અંડરકવર તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ટીમે ઓંગોલ, તાડેપલ્લી, વિજયવાડા, ચિરાલા અને બાપટલાની મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે માંસ માટે ગધેડાની કતલ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં માંસનું વેચાણ ખૂબ પ્રચલિત બન્યું છે, જેના કારણે કસાઈઓ ખુલ્લેઆમ રસ્તાની બાજુમાં, ફ્લાયઓવર ની નીચે અને કામચલાઉ સ્ટોલ પાછળ ખુલ્લેઆમ ગધેડાઓને કાપી રહ્યા છે. માંસના વેપારીઓ પણ નફા માટે ખુલ્લેઆમ ગધેડાનું માંસ વેચી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢ્યો – વિડીયો જોઈ યૂજર્સ ચૌકી ઉઠયા

PETAએ કરી અંડરકવર તપાસ

સ્માર્ટ અને સંવેદનશીલ હોય છે ગધેડા 

PETA ઇન્ડિયાના વિગન પ્રોજેક્ટ્સના મેનેજર ડૉ. કિરણ આહુજાએ જણાવ્યું હતું કે ગધેડા સ્માર્ટ અને સંવેદનશીલ પ્રાણી(smart and sensitive animal) હોય છે, જે મરવા માંગતા નથી. તેમ છતાં, માન્યતાઓને કારણે વધેલી માંગને પહોંચી વળવા માટે તેમની હત્યા કરવામાં આવી રહી છે. ડોકટરો છોડ આધારિત ખોરાક ખાવાની ભલામણ કરે છે, માંસ નહીં. આખરે, શાકાહારી લોકોને હૃદય રોગ, ટાઈપ 2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને અમુક પ્રકારના કેન્સરનું જોખમ ઓછું હોય છે. માંસાહારી આહારથી સ્તંભન દોષ થઈ શકે છે.

600 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે માંસ

ગયા અઠવાડિયે બાપટલા જિલ્લામાં પોલીસે 400 કિલોથી વધુ ગધેડાનું માંસ જપ્ત કર્યું હતું. 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. લોકોમાં એક માન્યતા છે કે ગધેડાનું માંસ ખાવાથી કમરનો દુખાવો અને અસ્થમા મટી જાય છે. ગધેડાનું માંસ ખાવાથી યૌન શક્તિ વધે છે. કેટલાક લોકો મગજ તેજ થવાનો દાવો પણ કરે છે. બજારમાં ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે.

આ સમાચાર પણ વાંચો: બ્રેઈન મેલેરિયા- બ્રેઈન મેલેરિયા વધુને વધુ બાળકોને શિકાર બનાવી રહ્યું છે- જાણો લક્ષણો અને નિવારક પગલાં

ગધેડાને મારવા પર પ્રતિબંધ 

ભારતમાં ગધેડાને મારવા અને ખાવા પર પ્રતિબંધ છે. સાત વર્ષના સમયગાળામાં ગધેડાની વસ્તીમાં(donkey population) લગભગ 61%નો ઘટાડો થયો છે. ગધેડાની કતલ ભારતીય દંડ સંહિતા, 1860 ની કલમ 429નું ઉલ્લંઘન કરે છે અને તે પાંચ વર્ષ સુધીની કેદની સજા, દંડ અથવા બંને સાથે સજાને પાત્ર છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More