News Continuous Bureau | Mumbai
Areca Nuts :1.ડીઆરઆઈએ 75.09 MTS અરેકા નટ્સનો જથ્થો જપ્ત કર્યો છે જેની ટેરિફ કિંમત રૂ. 6.53 કરોડ છે, જેને ‘ગ્રાઇન્ડીંગ વ્હીલ્સ'(grinding wheels) તરીકે જાહેર કરીને દાણચોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જપ્તીના અનુસંધાનમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં મુખ્ય કાવતરાખોરની ઓળખ કરવામાં આવી છે અને તેની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
2. પ્રાપ્ત થયેલી વિશિષ્ટ ગુપ્ત માહિતીએ સૂચવ્યું હતું કે ‘અરેકા નટ્સ’નો જથ્થો કે જે માલના વર્ણનમાં ખોટી રીતે જાહેર કરીને અનૈતિક આયાતકારો દ્વારા ગેરકાયદેસર(illegal) રીતે આયાત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઇન્ટેલિજન્સે વધુમાં જણાવ્યું હતું કે આ સામાન જેબેલ અલી, યુએઇના પોર્ટથી ચેન્નાઇ પોર્ટ પર પહોંચ્યો હતો અને તેને બેંગલુરુ સ્થિત આઇસીડી વ્હાઇટફિલ્ડમાં ટ્રાન્સશિપ્ડ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Big News: ભાવનગરની બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો. 11 ના મોત. જાણો વિગતે
3. ઉપરોક્ત ગુપ્ત માહિતીના આધારે આ ત્રણેય કન્ટેનરોની ચેન્નાઈ(Chennai) બંદર અને બેંગાલુરુ ખાતે ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ કર્યા પછી, 75.09 MTS અરેકા નટ્સ’ નું ટેરિફ મૂલ્ય રૂ. 6.53 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. જેને ઉપરોક્ત કન્ટેનરોમાં ખોટી રીતે જાહેર કરાયેલ હોવાનું જાણવા મળ્યું હતું, જેને ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. એક વ્યક્તિને, અન્ય વ્યક્તિઓની આયાત નિકાસ સંહિતા (આઈઈસી)નો ઉપયોગ કરીને દાણચોરીના ગેરકાયદેસર કૃત્યનો મુખ્ય સૂત્રધાર, વિસ્તૃત પૂછપરછ / તપાસ દ્વારા ઓળખી કાઢવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે, આ કેસની વધુ તપાસ પ્રગતિ હેઠળ છે.
4. અરેકા નટની આયાત પર ઉચ્ચ ટેરિફ મૂલ્ય અને 110 ટકા ડ્યુટી માળખું સામેલ છે, જે સ્થાનિક ઉદ્યોગની સુરક્ષા માટે છે. તેનાથી બચવા માટે અપ્રમાણિક આયાતકારોએ અરેકા નટ્સની આયાતમાં ખોટી જાહેરાતનો આશરો લીધો છે. ડીઆરઆઈએ આ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે અને અસંદિગ્ધ આયાત નિકાસ સંહિતા (આઈઈસી) ધારકોના ઓળખપત્રોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ‘અરેકા નટ્સ’ની દાણચોરી કરતી સિન્ડિકેટની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે, જે તાજેતરના સમયમાં વધ્યો છે.