ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર કોણ ક્યારે સેલિબ્રિટી બની જાય, તે કહી શકાય નહીં. પ્રાપ્ત જાણકારી મુજબ એક પક્ષી ટિકટોક પર પોતાની આગવી અદાથી ફેમસ થઈ રહ્યું છે. તેની ડંકિન ડક્સ નામની યુટ્યુબ ચેનલ છે. તેની શૈલીથી મોહિત થયેલા લોકોની સંખ્યા લાખોમાં છે. આ બતકનું નામ મંચકીન છે. આ બતકનો માલિક તેની કમાણીથી તેને સુવિધાથી ભરપૂર જીવન આપી રહ્યો છે.
મંચકીન નામની આ બતકની માલિક ક્રિસી એલિસ પણ આ સુંદર બતકને ખૂબ પ્રેમ કરે છે. આ બતકની મદદથી દર વર્ષે $50,000 એટલે કે 37,12,420 રૂપિયા કમાય છે . આ બતકનું ડંકિન ડક્સ નામનું પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. આ ઉપરાંત તે ટિકટોક અને યુટ્યુબ ચેનલથી પણ ઘણું કમાય છે.
ન્યૂયોર્ક પોસ્ટના સમાચાર અનુસાર, ક્રિસી એલિસે તેના બતકનું નામ ફાસ્ટ ફૂડ ચેઇન ડંકિન ડોનટ્સ પરથી આપ્યું છે. પેન્સિલવેનિયામાં માત્ર એક જ ફાસ્ટ ફૂડ ચેઇન હતી, જેનું નામ ક્રિસી એલિસને પસંદ આવેલું. આમાંથી પ્રેરણા લઈને તેણે પોતાના બતકનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડંકિન ડક્સ રાખ્યું. તે આ એકાઉન્ટમાંથી મંચકીનના વિડીયો અને ફોટા પોસ્ટ કરે છે, જેને જોઈને લોકો ખૂબ ખુશ થઈ જાય છે. આ બતકની લોકપ્રિયતા એટલી બધી છે કે, હવે તેની માલિક માત્ર તેના વિડીયો અને ફોટા પોસ્ટ કરીને પૂર્ણ સમય કામ કરે છે અને લાખોની કમાણી કરે છે.
એલિસે એક મીડિયામાં કહ્યું હતું કે તેણીને બાળપણથી જ પાલતું પ્રાણીઓ પાળવાનો શોખ છે. તે તેના પાલતું પ્રાણીને તેની સાથે દરેક જગ્યાએ લઈ જતી હતી, જેના કારણે શાળાના બાળકો તેને ચીડવતા હતા. આથી કંટાળીને તેણીએ મંચકીન નામની ચેનલ બનાવી. તે અગાઉ કરિયાણાની દુકાનમાં 40 કલાક કામ કર્યા બાદ જેટલું પગાર મેળવતી હતી તેના કરતા અત્યારે વધુ કમાય છે. ડંકિન ડક્સને મોટાભાગની સ્પોન્સરડ પોસ્ટ્સ મળે છે. આ ઉપરાંત નોંધપાત્ર ફન્ડિંગ પણ ઉપલબ્ધ છે. અને વધુમાં તેણીએ કહ્યું હતું કે કોઈનું ચીડાવવું જ એક સમયે મોટી તાકાત બની જાય છે, અને પાછળથી ચીડાવવાવાળા જ પ્રેમ કરવા લાગે છે.
લખીમપુર હિંસા: મૃતકોના પરિવારોને મળશે આટલા લાખ રૂપિયા અને સરકારી નોકરી; રાજ્ય સરકારે કરી જાહેરાત