ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
ચૉકલેટનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે. દરેક વ્યક્તિને ચૉકલેટ ખાવાનું પસંદ હોય છે, ખાસ કરીને છોકરીઓને ચૉકલેટ ખૂબ ગમે છે. શું તમે જાણો છો કે ચૉકલેટ માત્ર ટેસ્ટી જ નથી, પણ ખૂબ જ હેલ્ધી પણ છે. હાર્ટથી લઈને વજન ઘટાડવા સુધી દરેક જગ્યાએ એની અસર જોવા મળે છે. વજન વધવાના ડરથી ઘણા લોકો ચૉકલેટ પસંદ કરવા છતાં ખાતા નથી. જો તમને પણ એવું લાગે છે તો હવે આ વિચાર બદલી નાખો, કારણ કે જો તમે ઓછી માત્રામાં ચૉકલેટ લો છો, તો એ ક્યારેય તમારું વજન નહીં વધારશે, બલ્કે તે તમારા શરીરને ઘણી રીતે ફાયદો કરશે. ડાર્ક ચૉકલેટમાં ઍન્ટી-ઑક્સિડેન્ટની સાથોસાથ આવાં ઘણાં જરૂરી તત્ત્વો મળી આવે છે. જે તમારા મનથી લઈને હૃદય સુધી સ્વસ્થ રહેવાનું કામ કરી શકે છે. આવો જાણીએ ડાર્ક ચૉકલેટ ખાવાથી આપણા શરીર માટે શું ફાયદા થાય છે.
ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે
ચૉકલેટમાં જોવા મળતું કો-ફ્લેવેનોલ ઉત્તમ ઍન્ટી-એજર તરીકે કામ કરે છે. એ આપણા વૃદ્ધત્વના સંકેતો વહેલા આવવા દેતા નથી. એનાથી ત્વચા જુવાન દેખાય છે. આજકાલ ફૅશિયલ, વૅક્સિંગ, પૅક અને ચૉકલેટ બાથ ટ્રેન્ડમાં છે. ચૉકલેટમાં મળતું ઍન્ટી-ઑક્સિડેન્ટ આપણી ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. જો તમે ચૉકલેટનું સેવન કરો છો, તો તમે કરચલીઓના ટેન્શનથી ઝડપથી છુટકારો મેળવી શકો છો.
વજન ઘટાડવા માટે
ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જે પુખ્ત વયના લોકો નિયમિતપણે ચૉકલેટ ખાય છે, તેઓનો બૉડી માસ ઇન્ડેક્સ ચૉકલેટ ન ખાતા લોકો કરતાં ઓછો હોય છે. આ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
હતાશાને દૂર કરવા માટે
ડાર્ક ચૉકલેટ ખાવાથી ડિપ્રેશન દૂર થાય છે. એમાં જોવા મળતા ઑક્સિડેટિવ સ્ટ્રેસ હોર્મોન્સને નિયંત્રિત કરે છે, એનાથી તણાવ ઓછો થાય છે. ચૉકલેટમાં સેરોટોનિનની હાજરીને કારણે એ આપણા મનને તાજું રાખે છે અને તણાવ અને હતાશાને હાવી થવા દેતું નથી. ડાર્ક ચૉકલેટમાં તાણ ઘટાડવાનો વિશેષ ગુણ છે.
ચરબી ઓછી કરવા માટે
ચૉકલેટમાં જોવા મળતા કોકો પાઉડર ચરબી ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ ખાતી વખતે આપણે હંમેશાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ચૉકલેટની માત્રા ઘટાડવાની સાથોસાથ ચૉકલેટમાં કોકોનું પ્રમાણ 60% હોવું જોઈએ.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે
ઓછી માત્રા માં ચૉકલેટ ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. એ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાની સાથે સારા કોલેસ્ટ્રોલને બનાવવામાં મદદ કરે છે.
હૃદય માટે ફાયદાકારક
ચૉકલેટ ખાવાથી આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, જેના કારણે આપણે હૃદયરોગનો ખતરો ઓછો કરીએ છીએ. ડાર્ક ચૉકલેટ હાર્ટ ઍટેકનું જોખમ 50% અને કોરોનરી રોગનું જોખમ 10% ઘટાડે છે, એથી મર્યાદિત માત્રામાં ચૉકલેટ ખાવાથી શરીરને નુકસાન થતું નથી.
શૉકિંગ! પોલિસીના 37.5 કરોડ લેવા માટે આ વ્યક્તિએ ઘડ્યું આવું કાવતરું, નિર્દોષનો લીધો જીવ