ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
કોરોના વાયરસ સામેની લડાઈમાં વધુ એક હથિયાર મળી આવ્યું છે. યુરોપિયન યુનિયનના હેલ્થ રેગ્યુલેટર એ અમેરિકન કંપની ફાઈઝરની કોવિડ-૧૯ એન્ટિ-વાયરલ ગોળીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવે છે કે આ ગોળી કોરોનાના નવા વેરિઅન્ટ પર પણ અસરકારક છે અને સંક્રમણને ઝડપથી ફેલાવતા અટકાવે છે.
યુરોપિયન મેડિસિન એજન્સીએ એક નિવેદન રજૂ કરીને કહ્યું છે કે તેમણે કોરોનાથી પીડિત પુખ્ત વયના લોકોની સારવાર માટે પેક્સલોવિડ ને સત્તાવાર કરવાની ભલામણ કરી છે, જેમને બીમારીથી ગંભીર થવાના જાેખમમાં છે. પેક્સલોવિડને અત્યાર સુધી યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ઇઝરાયેલ સહિત મુઠ્ઠીભર દેશોમાં ૧૨ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે અધિકૃત કરવામાં આવી છે.
મલાડ બાદ હવે વરલીના મેદાનને લઈને ભાજપ-શિવસેના વચ્ચે બબાલઃ ભાજપની ગાંધીગીરી આંદોલનની ચીમકી; જાણો વિગત
યુરોપિયન યુનિયને ઔપચારિક મંજૂરી પહેલા EMA સામે કટોકટીનાં પગલાં તરીકે સભ્ય દેશોને Pfizerની ગોળીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. દવામાં બે પ્રકારની ગોળીઓનો સમાવેશ થાય છે, જેમાં પ્રથમ કોવિડ-૧૯ ઉપચાર છે જે ઘરે લઈ શકાય છે. તે સામાન્ય રીતે ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓને આપવામાં આવે છે જેમને બગડતી સ્થિતિને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. તેને પાંચ દિવસ સુધી દિવસમાં બે વખત એક Retonavir નામની બીજી દવાની સાથે લેવાય છે. રિટોનવીર એક સામાન્ય એન્ટિવાયરલ છે.
રસીઓથી વિપરીત તે સતત વિકસતા સ્પાઇક પ્રોટીનને લક્ષ્ય બનાવતું નથી, જેનો ઉપયોગ કોરોના વાયરસ કોશિકાઓ પર આક્રમણ કરવા માટે કરે છે. ફાઈઝરના એક અભ્યાસ પ્રમાણે જેમાં ગંભીર કોવિડ-૧૯ થવાના ઉચ્ચ જાેખમમાં ૨૨૦૦થી વધુ લોકોનો સમાવેશ કરાયો હતો, એ જાણવા મળ્યું કે પેક્સલોવિડે હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુનું જાેખમ ૮૯ ટકા ઘટાડ્યું છે.