ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
અમેરિકામાં થયેલાં એક રિસર્ચ થી એવી જાણકારી બહાર આવી છે કે કોરોનાવાયરસ વ્યક્તિના શરીરમાંથી બહાર નીકળ્યા બાદ આશરે ૬ ફૂટ જેટલો દૂર જઈ શકે છે.
સરકારી તંત્ર આખરે નરમ પડ્યું, આ દુકાનો સવારે ૮થી રાત્રે ૮ સુધી ખુલ્લી રહી શકશે
રિસર્ચથી જાણકારી મળી છે કે માણસ દ્વારા ઉચ્છ્વાસ લીધા બાદ હવાની સાથે થોડો તરલ પદાર્થ પણ બહાર આવે છે. આ તરલ પદાર્થ સાથે કોરોના વિષાણુ હવાની લહેર થી દૂર સુધી ફેલાય છે. આ હવાની લહેર આશરે ૬ ફૂટ દૂર સુધી કોરોના ને લઈ જઈ શકે છે. જોકે તરલ પદાર્થ કેટલો મજબૂત છે તેના પર આધાર રહેલો છે. તરલ પદાર્થ સાથે વિષાણું અમુક કલાકો થી અમુક દિવસો સુધી હવામાં રહી શકે છે.
