ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઓક્ટોબર, 2021
સોમવાર.
લીક થયેલા લાખો દસ્તાવેજોમાં વિશ્વના 35 વર્તમાન અને ભૂતપૂર્વ નેતાઓ, 91 દેશો અને પ્રદેશોના 330થી વધુ રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ તથા ભાગેડુ, ચોર, હત્યારાઓનાં નામ છે.
આ ખુલાસો ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) દ્વારા કરવામાં આવ્યો છે, જે નાણાકીય રહસ્યોને ઉજાગર કરવાનું કામ કરે છે.
આ ગુપ્ત દસ્તાવેજો જોર્ડનના રાજા, યુક્રેન, કેનિયા અને ઇક્વાડોરના રાષ્ટ્રપતિઓ, ચેક રિપબ્લિકના વડા પ્રધાન અને ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરના છુપાયેલા વ્યવહારોને ઉજાગર કરે છે.
ફાઇલોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના બિનસત્તાવાર પ્રચારમંત્રી અને રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, તુર્કી અને અન્ય દેશોના 130થી વધુ અબજોપતિઓની નાણાકીય પ્રવૃત્તિઓની પણ વિગત છે.
લીક થયેલા રેકૉર્ડ બતાવે છે કે ઘણા પાવર પ્લેયર્સ જે ઓફશોર સિસ્ટમને સમાપ્ત કરવામાં મદદ કરી શકે છે એના બદલે તેઓ એનો લાભ લે છે. ગુપ્ત કંપનીઓ અને ટ્રસ્ટોમાં સંપત્તિ જમા કરવી, જ્યારે તેમની સરકારો ગુનેગારોને સમૃદ્ધ બનાવતાં ગેરકાયદે નાણાંના વૈશ્વિક પ્રવાહને ધીમું કરવાનું કામ કરે છે.
દસ્તાવેજોમાં સામે આવ્યા છુપાયેલા ખજાના
એક સિનેમા, બે સ્વિમિંગ પૂલ વગેરે સંપત્તિ ફ્રેન્ચ રિવેરામાં ચેક રિપબ્લિકના લોકપ્રિય વડા પ્રધાને ઓફશોર કંપનીઓ દ્વારા $ 22 મિલિયનમાં ખરીદ્યા હતા. આ વાત જાહેર કરીને એક અબજોપતિએ આર્થિક અને રાજકીય ભદ્ર વર્ગના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે.
ગ્વાટેમાલાના સૌથી શક્તિશાળી પરિવારોમાંના એક વંશ જે સાબુ અને લિપસ્ટિકના ગ્રૂપને નિયંત્રિત કરે છે, જેના પર કામદારો અને પૃથ્વીને નુકસાન પહોંચાડવાનો આરોપ છે કે યુનાઇટેડ સ્ટેટ્સના ગુપ્ત ટ્રસ્ટમાં $ 1.3 કરોડ કરતાં વધુ મૂલ્યની સંપત્તિ છે.
માલિબુમાં ત્રણ દરિયાકિનારા પર ત્રણ ઓફશોર કંપનીઓ $6.8 કરોડ ડૉલરમાં જોર્ડનના રાજા દ્વારા ખરીદવામાં આવી હતી. એથી બેરોજગારી અને ભ્રષ્ટાચારનો વિરોધ કરવા માટે જોર્ડનવાસીઓ ત્યાંના રાજા વિરુદ્ધ રસ્તા પર ઊતરી ગયા હતા.
આ ગુપ્ત રેકૉર્ડને પેંડોરા પેપર્સ તરીકે ઓળખવામાં આવે છે.