ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 જુલાઈ 2020
વડોદરાની ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદી એ પોતાના નામનો ઉપયોગ કરી બનાવટી ઈન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ ચલાવનાર અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભૂમિના નામનો દુરુપયોગ બીજાઓને છેતરવા માટે કર્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ, મુંબઈ પોલીસ દ્વારા એક મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે.
જાણીતાં ફિલ્મ અને ટીવી એક્ટરો ના નામે બનાવટી સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવવાનું તેમજ બનાવટી ફૉલોઅર્સનું વેચાણ અને નકલી સોશિયલ મીડિયા માર્કાટિંગ એજન્સીઓ તરીકે પોતાને રજૂ કરતી વેબસાઇટ્સ જેવાં ખોટા કામ કરી લોકોને છેતરતી કંપની નું આંતરરાષ્ટ્રીય રેકેટ શોધી કાઢ્યું છે. પોલીસે હવે ફિલ્મના દિગ્દર્શકો, નૃત્ય નિર્દેશો અને મોડેલો સહિત 18 ખ્યાતનામ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે, જેમણે આ પ્રકારની વેબસાઇટ્સની સેવાનો ઉપયોગ પોતાનો અૉનલાઇન પ્રભાવ વધારવા માટે કર્યો હતો.
ક્રાઈમ બ્રાંચના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) એ 21 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી જે ફોલોઅર્સકાર્ટ ડોટ કોમ નામની વેબસાઇટ માટે કામ કરતો હતો. જે 'બોટ' તરીકે ઓળખાતા સ્વચાલિત સર્વિસ પ્રોવાઇડર સોફ્ટવેરનો ઉપયોગ કરીને, ફી વસૂલી લોકોને નકલી ફોલોઅર્સ આપે છે.
આ યુવકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ટિકટોક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમન્સ પાઠવવામાં આવેલા 18 સેલિબ્રિટીઝ સહિતના 176 એકાઉન્ટ્સ માટે પાંચ લાખથી વધુ બનાવટી ફોલોઅર્સ વધારી આપ્યા હતા. પોલીસને તેના નામે ત્રણ બેંક ખાતા મળી આવ્યા છે, જેમાં છેલ્લા છ મહિનામાં લગભગ 9 લાખ રૂપિયાથી વધુનો વ્યવહાર કરવામાં આવ્યો
ભૂમિએ કહ્યું હતું કે "મારા કેટલાક મિત્રો અને ફોલોઅર્સે તાજેતરમાં મને કહ્યું હતું કે તેઓને પીઆર એજન્સી તરફથી એક સંદેશ મળ્યો હતો. જેનો દાવો છે કે, તેમને મારા ઇન્સ્ટાગ્રામના અધિકાર મળી ગયા છે. જે જાણી તેને ખોટું થયાનું લાગ્યું અને તરત જ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com