ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
સુરતના વેડરોડ ડભોલીમાં કે.કે ફાર્મમાં રાબડીયા પરિવારે તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનના પરિવારજનો માટે જય જવાન નાગરિક સમિતિને ૨૫ હજાર, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળને શૈક્ષણિક હેતુ માટે ૨૫ હજાર અને ખૂબ જ નજીવા દરે આરોગ્ય સેવા પૂરી પાડતી ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલને ૩૦ બહેનોની પ્રસુતિ માટે ૫૧ હજારનું દાન કરી નવો ચીલો ચાતર્યો છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ૨૦૨૧ના વર્ષને પરિવાર બચત વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે પોતાના જ પરિવારમાં આવી રહેલી નવવધુને પાકતી મુદતે ૨૫ લાખ મળે તેવી એફડી કરી નવી રાહ ચીંધી છે.ર્ નવદંપતિ જીવનમાં ઉન્નતિ કરે તે માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ સવજી વેકરીયા, જય જવાન નાગરિક સમિતિમાંથી પૂર્વ સ્ન્છ પ્રફુલ્લ પાનસેરીયા, મુકેશ ચોવટીયા, વરાછા બેંકના ચેરમેન ભવન નવાપરા,સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના પ્રમુખ ડો.સી.એમ. વાઘાણી, ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી પી વાનાણી, ધનજી ઝડફિયાએ વર-કન્યાને વેદ સંહિતા ભેટ કરી હતીલગ્નમાં શ્રીમંતો કરોડોનો ખર્ચ કરી રહ્યા છે ત્યારે મોટા વરાછા રીવરવ્યુ હાઈટસમાં રહેતા રાબડીયા પરિવારના રમેશભાઈના દિકરા જીલના લગ્નમાં રાષ્ટ્રીય સેવા, શૈક્ષણિક સેવા અને આરોગ્ય સેવા માટે દાન કરી સમાજને ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું છે.
વાહ શું વાત છે. ભુજના સુખપરમાં ગાયના ગોબરમાંથી વૈદિક લગ્ન ચોરી બનાવવામાં આવી