ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
મધ્યપ્રદેશના સિવની જિલ્લાના પેંચ ટાઈગર રિઝર્વમાં શનિવારે એક 16 વર્ષની વાઘણ(T-15)તેના અંતિમ શ્વાસ લીધા હતા. તેના નામે દુનિયામાં સૌથી વધુ બચ્ચાઓને જન્મ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. વાઘણે તેના આયુષ્યમાં 29 બચ્ચાને જન્મ આપ્યો હતો
મધ્યપ્રદેશ રાજ્યને સૌથી વધુ વાઘની વસતી સાથે પ્રખ્યાત બનાવવામાં T-15 વાઘણનો મહત્વનો ફાળો હતો. તેનો જન્મ સપ્ટેમ્બર 2005 માં થયો હતો. જ્યારે તે માત્ર અઢી વર્ષની હતી ત્યારે તેણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ 24 કલાકમાં જ તેમના મોત થયા હતા. 2008 થી 2013 ની વચ્ચે તેણે 18 બચ્ચાઓને જન્મ આપ્યો હતો, જેમાંથી 14 બચી ગયા હતા. 2015માં તેણે વધુ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. તેણે અત્યાર સુધીમાં આઠ વખત 29બચ્ચાને જન્મ આપ્યો છે.
11 માર્ચ, 2008ના રોજ, ભારતીય વન્યજીવન સંસ્થા, દેહરાદૂનના નિષ્ણાતોએ વાઘ પર રેડિયો કોલર મૂક્યો. ત્યારથી તે કોલર ટાઇગર તરીકે ઓળખાય છે. પર્યટકોને સૌથી વધુ તે જ જોવા મળતી હતી. આ વાઘણ પર ડોક્યુમેન્ટ્રી ટાઇગર સ્પાય ઇન ધ જંગલ પણ બનાવવામાં આવી છે. તે પેંચની રાણી તરીકે પણ જાણીતી હતી.
સ્વાસ્થ્ય જાણકારી: એલોવેરા જ્યુસ રોજ કરો તમારા રોજિંદા આહાર માં, શરીરને થશે આ ફાયદા; જાણો વિગત
કોલર ટાઇગર છેલ્લા કેટલાક અઠવાડિયાથી નબળી જણાતી હતી. પેંચ ટાઈગર પ્રોજેક્ટમાં તેની દેખભાળ કરવામાં આવી રહી હતી. તેને કોઈ બીમારી કે ઈજા થઈ ન હતી. છતા શનિવારે સીતાઘાટ નજીક ભુરાદત્ત નદી પાસે સૂર્યાસ્ત સમયે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
Join Our WhatsApp Community