News Continuous Bureau | Mumbai
તમે બસ અને ટ્રેનોમાં તો મોટા ભાગે સીટને લઈને મુસાફરો વચ્ચે ઝઘડા થતા જોયા હશે, પણ હવે તો ઝઘડા ( Fight breaks out ) જમીનથી હજારો ફુટની ઊંચાઈ પર પણ જોવા મળી રહ્યા છે. જી હાં, આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફ્લાઈટમાં પેસેન્જરો ( passengers ) ઝઘડો જ નહીં પણ ફ્લાઈટમાં ( Bangkok-India flight ) મારામારી પણ કરતા જોઈ શકાય છે. આ સાથે ફ્લાઇટ એટેન્ડન્ટ તેમને સતત શાંત પાડવાની કોશિશ કરતા જોવા મળે છે. વિમાનના જ એક સહ-પ્રવાસીએ વીડિયો ઉતારીને ઈન્ટરનેટ પર ચડાવી ,જે હવે વાયરલ થઇ રહ્યો છે.
Chapris on Flight. pic.twitter.com/ErAi8tIvv5
— News Arena India (@NewsArenaIndia) December 28, 2022
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક માણસ પોતાના ચશ્મા હટાવે છે અને બીજા શખ્સને મારવા લાગે છે. તો વળી બાજૂમાં ઊભેલા એક યુવકે પણ દોસ્તની સાથે મારપીટમાં સામેલ થઈ જાય છે. જો કે, બીજા વ્યક્તિએ વળતો ઘા ન કર્યો અને તેણે ફક્ત પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતો દેખાય છે.
આ સમાચાર પણ વાંચો: શૂટિંગ પહેલા જ સેટ પર થયા અનુપમા-અનુજ રોમેન્ટિક, ક્રૂ મેમ્બર્સ પણ ડાન્સ જોઈને થઈ ગયાખુશ! BTS વીડિયો થયો વાયરલ