News Continuous Bureau | Mumbai
Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર ની લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ના ટ્રેલરે લોકો માં ઉત્સાહ વધારી દીધો છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી એ સિનેમાઘરો માં રિલીઝ થશે. ફિલ્મ ફાઈટર નું એડવાન્સ બુકીંગ પર શરૂ થઇ ગયું છે. મીડિયા ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ મુંબઈ માં ફિલ્મ ફાઈટર ની ટિકિટ ના ભાવ આસમાને છે. તેમછતાં લોકો ટિકિટ ખરીદી રહ્યા છે. ચાલો જાણીયે મુંબઈ માં ફીટર ની ટિકિટ ના ભાવ શું છે.
ફાઈટર ની ટિકિટ ના ભાવ
મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈમાં ફાઈટર ની ટિકિટ સૌથી મોંઘા ભાવે વેચાઈ રહી છે.બુક માય શો અનુસાર, સૌથી મોંઘી ટિકિટની કિંમત વરલી માં આવેલ મોલ એટ્રિયા ના, INOX (ઇન્સિનિયા) માં રૂ. 2,200 છે. આ પછી, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલ મેસન પીવીઆર: લિવિંગ રૂમ, લક્સ અને જિયો વર્લ્ડ ડ્રાઇવની ટિકિટની કિંમત 2,050 રૂપિયા છે.
આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: આ રીતે થઇ હતી ઐશ્વર્યા અને અભિષેક ની સરપ્રાઈઝ રોકા સેરેમની, અભિનેત્રી નો જૂનો વિડીયો થયો વાયરલ
મીડિયા રિપોર્ટ મુજબ ફાઈટર ની અત્યારસુધી કુલ 30,226 ટિકિટ એડવાન્સ બુકિંગમાં વેચાઈ ગઈ છે, જેના કારણે ફિલ્મે રિલીઝ પહેલા જ 1.09 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.