ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
ભારતમાં કોરોનાવાયરસથી ચેપનો પ્રથમ કેસ ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં નોંધાયો હતો. આ ખતરનાક વાયરસના ચેપનો પ્રથમ શિકાર એક ૨૦ વર્ષની છોકરી હતી, જે ૨૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ચીનના વુહાન શહેરથી પરત આવી હતી. વુહાનએ જ શહેર છે જ્યાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. પ્રથમ કોરોના દર્દી વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે અને તે ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગે છે. તેણે હવે વુહાન પાછા જઈને અભ્યાસ પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેમણે સરકારને મદદ કરવાની અપીલ પણ કરી છે.
તેના પિતા કહે છે, ‘હાલમાં કોવિડને મેનેજ કરી શકાય છે. આ કારણે મારી દીકરી વુહાન જઈને તેનો કોર્સ પૂરો કરવા માંગે છે. તેના પિતા જણાવે છે કે, તેમની દીકરી ભૂતકાળને ભૂલીને પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. તે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન અભ્યાસ કરી રહી છે. તેણે એમબીબીએનો અભ્યાસક્રમ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પૂર્ણ કર્યો હતો. પરંતુ હવે તેણે યુનિવર્સિટીના નિયમો અનુસાર ૫૨ અઠવાડિયાનો ઈન્ટર્નશિપ કોર્સ પૂર્ણ કરવાનો છે.
લો બોલો! ખેડૂતે ગાંજાની ખેતી કરવાની માંગી મંજૂરી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કર્યો ઈમેલ. જાણો વિગત
ભારતનો પહેલો કોરોના દર્દી બે વર્ષ પહેલા રજા પર પોતાના ઘરે પરત ફર્યો હતો અને ૩૦ જાન્યુઆરીએ તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેણે થ્રિસુર મેડિકલ કોલેજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી સારવાર લીધી અને ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ તેને રજા આપવામાં આવી. તે કોરોનાથી સાજી થઈ ગઈ હતી, પરંતુ લગભગ દોઢ વર્ષ પછી તે ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. આ પહેલો કેસ નથી જ્યારે કોઈ ફરીથી કોરોના સંક્રમિત થયો હોય. દેશ અને દુનિયામાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે કોઈ વ્યક્તિ કોરોનામાંથી સાજા થયા પછી ફરીથી કોરોના સંક્રમિત થાય છે.
ભારતમાં કોરોના વાયરસના ચેપને કારણે પ્રથમ મૃત્યુ ૧૨ માર્ચ ૨૦૨૦ના રોજ કર્ણાટકના કાલબુર્ગીમાં થયું હતું. ત્યારબાદ એક ૭૬ વર્ષીય વ્યક્તિ સાઉદી અરેબિયાથી ભારત પરત ફર્યો હતો. સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ તેણે શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ન્યુમોનિયાની ફરિયાદ હતી. ૬ માર્ચે સ્થાનિક ડૉક્ટરે તેમના ઘરે તેમની સારવાર કરી હતી. જાે કે, બગડતી તબિયતને કારણે વ્યક્તિને ૯ માર્ચે કલબુર્ગીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પ્રારંભિક તપાસમાં તે કોરોના વાયરસથી સંક્રમિત જણાયો હતો. ૧૦ માર્ચે તેમનું અવસાન થયું હતું.