ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
આધુનિક ટેક્નોલોજીનો જમાનો છે. વિશ્વ હવે ટેક્નિકલ બની ગયુ છે ત્યારે મેડિકલ ક્ષેત્રે પણ રોબોટીક ક્રાંતિ સર્જાઈ શકે છે. ત્યારે એ દિવસ દૂર નથી જ્યારે રોબોટસ કોઈની મદદ લીધા વિના સર્જરી કરી શકશે. જો કે આવુ થયુ પણ છે. વિશ્વમાં સૌ પ્રથમવાર એક રોબોટે માણસની મદદ લીધા વિના જ ડુક્કર પર લેપ્રોસ્કોપિક સર્જરી સફળતાપૂર્વક કરી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સ્માર્ટ ટિશ્યુ ઓટોનોમસ રોબોટ (STAR) એ ડુક્કરની પેશી પર આ સર્જરી કરી છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે રોબોટ્સે પ્રાણીઓની અંદર આ સર્જરી મનુષ્યો કરતાં 'ઘણી સારી' રીતે કરી.
અમેરિકન સંશોધકોએ કહ્યું કે આ ઓપરેશન રોબોટિક્સની દુનિયામાં એક મોટી સફળતા છે, જે ભવિષ્યમાં માનવીનું સંપૂર્ણ રીતે સ્વચાલિત ઓપરેશન કરી શકશે. આ ઓપરેશન દ્વારા રોબોટે ડુક્કરના આંતરડાના બે છેડાને જોડ્યા. અત્યાર સુધીમાં ૪ પશુઓમાં આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે રોબોટે ઓપરેશન દરમિયાન સારી કામગીરી કરી હતી જેમાં ઉચ્ચ કૌશલ્યની જરૂર હોય છે. આ ઓપરેશનમાં દુનિયામાં પહેલીવાર રોબોટે કોઈપણ માનવ મદદ વગર ઓપરેશન કર્યું. પેટમાં બે આંતરડાને જાેડવાનું કામ સૌથી પડકારજનક હોય છે અને તેના માટે ડૉક્ટરની કુશળતા જરૂરી હોય છે. જરા પણ બેદરકારી કે હાથ હલ્યો તો બીજી જગ્યાએ ટાંકા લાગી જશે અને એના કારણે દર્દીને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
બ્યૂટી ટિપ્સ: શિયાળામાં ફેશિયલ કરાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન; જાણો વિગત
ડોક્ટર એક્સેલ ક્રિગરે કહ્યું કે અમારું સંશોધન દર્શાવે છે કે આપણે સર્જરીમાં આંતરડાના બે છેડાને જોડવાનું એક ખૂબ જ મુશ્કેલ અને નાજુક કાર્ય સ્વચાલિત કરી શકીએ છીએ. રોબોટે ચાર પ્રાણીઓમાં આ ઓપરેશન કર્યું અને આ ઓપરેશનમાં માણસો કરતાં વધુ સારા પરિણામો આવ્યા. ડૉ. એક્સેલ જોન્સ હોપકિન્સ ખાતે ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રોફેસર છે. નિષ્ણાતોનું કહેવું છે કે રોબોટમાં નવા ફીચર્સ આવવાથી તે વધુ સારી રીતે ઓપરેશન કરી શકશે.