ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 સપ્ટેમ્બર 2020
આજથી બરાબર એક વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ની શરૂઆત કરી હતી. આજે આ અવસરે યોજવામાં આવેલા 'ફીટ ઇન્ડિયા ડાયલોગ' કાર્યક્રમમાં જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ રમત જગતના દિગ્ગજો સાથે વાતચીત કરી હતી. જેમાં વિરાટ કોહલી, પેરા ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ દેવેન્દ્ર જાજરીયા, કાશ્મીરી ખેલાડી અફસાન જેવા સાથે મોદીએ ફિટનેસને લઈને ચર્ચા કરી હતી.
આ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે શારીરિક ફિટનેસ સાથે લોકોને માનસિક ફિટનેસ ની પણ એટલી જ જરૂર છે. દેશમાં લોકોની હવે ફિટનેશને લઈ માનસિકતા બદલાઈ રહી છે. યોગ હવે જીવનનો હિસ્સો બની ગયો છે. નોંધનીય છે કે દેશમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાના હેતુસર રાષ્ટ્રીય ખેલ દિવસ ને ફિટનેસ ડે તરીકે પસંદ કરવામાં આવ્યો હતો..
મોદીએ પોતાની ફિટનેસનું કારણ જણાવતા કહ્યું કે તેઓ અઠવાડિયામાં 1 થી 2 વાર પોતાની માતા સાથે વાત કરે છે. ત્યારે તેમની માતા અચૂક પૂછે છે કે, હું હળદર લઉં છું કે નહીં? આથી તેઓ કોઈપણ રીતે દરરોજ હળદર નું સેવન કરે છે. જેને કારણે કામનો આનંદ અને જીવનનો ઉત્સાહ જળવાઈ રહે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું..
