ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
10 ફ્રેબ્રુઆરી 2021
આમ તો દરેક ગુનેગાર કોર્ટમાં જજની સામે ખૂબ જ જતા ડરતા હોય છે અને જજની સામે ગુનેગારોની બોલતી પણ બંધ થઇ જતી હોય છે. જોકે તેનુ કારણ એ પણ છે કે જજ તેના ગુનાહનો નિર્ણય લઇને તેને સજા સંભાળવવાના હોય છે. ત્યારે જો એવુ થાય કે ગુનેગાર જજ સાથે જ ફ્લર્ટ કરે તો…એવુ જ કઇક અમેરિકાની ફ્લોરિડા કોર્ટમાં બન્યું છે. અહીં એક ગુનેગારે વર્ચુઅલ સુનાવણી દરમિયાન એવું કંઇક કર્યું હતું કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. જજને જ ઈમ્પ્રેસ કરવા માટે તેણે જજ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધુ.
એક ગુનેગાર પર ચોરીનો આરોપ લાગ્યો હતો. ગત 4 ફેબ્રુઆરીના રોજ આ મામલે વર્ચ્યુલ માધ્યમ પર સુનાવણી ચાલી રહી હતી. અચાનક સુનાવણી દરમિયાન આરોપી જજના વખાણ કરવા લાગ્યો. જજને તેણે ગોર્જિયસ કહ્યું, અને પછી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. જે સાંભળીને બધા આશ્ચર્ય પામી ગયા હતા.
ઉપરોક્ત વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી જજને કહે છે કે તમે ખુબ સુંદર દેખાવ છો અને I Love You. જજ આ કમેન્ટ સાંભળીને ચોંકીને ગુનેગારની સામે જોયા કરે છે. આરોપીની આ હરકત પર જજે કહ્યું કે ચાપલૂસી દરેક જગ્યાએ થઈ શકે છે પરંતુ કોર્ટમાં તે શક્ય નથી.
NICE TRY: A defendant tried to flirt with a South Florida judge during his bond court appearance this morning — but he didn't get very far
 
			         
			         
                                                        
