ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ ઇસ્લામ ધર્મ છોડીને આજે હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.
ગાઝિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરમાં યતિ નરસિંહાનંદ સરસ્વતીએ તેમને હિન્દી ધર્મમાં સામેલ કરાવ્યા છે.
હવે તેમનું નવુ નામ જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી હશે.
આ પ્રસંગે યતિ નરસિંહાનંદ સરસ્વતીએ કહ્યું કે, અમે વસીમ રિઝવીની સાથે છીએ, વસીમ રિઝવી ત્યાગી બિરાદરી સાથે જોડાશે, એટલે કે હવે વસીમ રિઝવી હિન્દુઓમાં ત્યાગી જ્ઞાતિમાં ગણાશે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા રિઝવીએ પોતાની વસીયત લખી હતી, જેમાં તેને ઇચ્છા દર્શાવી હતી કે તેમના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં ના આવે, પરંતુ હિન્દુ રીતિ રિવાજથી અંતિમ સંસ્કાર કરવામા આવે.
શોકિંગ! કોલ્હાપુરમાં 8 કલાકની અંદર બે રેલવે એક્સિડન્ટ, આટલા લોકો થયા જખમી; જાણો વિગત