ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ઓગસ્ટ 2020
ડબલ્યુડબલ્યુઇમાં પોતાનું અલગ જ વર્ચસ્વ જમાવનાર જેમ્સ હૈરિસ ઉર્ફે કમલાનું નિધન થયું છે, તેઓએ 70 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. જેમ્સ હૈરિસ છેલ્લા ઘણા સમયથી બિમારી સામે ઝઝુમી રહ્યા હતા. ડબલ્યુડબલ્યુઈ દ્વારા સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરવામાં આવી હતી અને કમલાના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત જાણકારી અનુસાર 2011માં હાઇ બ્લડ પ્રેશરની બીમારીમાં તે જકડાયો હતો અને આ બીમારીના કારણે તેણે પોતાનો એક પગ કપાવવો પડ્યો હતો. આમ છતા તે ઠીક ન હતો અને વર્ષ ભર પછી બીજો પગ પણ કાપવો પડ્યો હતો. બીમારીમાં તેણે ઘણો સંઘર્ષ કર્યો હતો પણ હવે તે જિદગીનો જંગ હારી ગયા છે. છેલ્લા 10 વર્ષથી તે પોતાની બીમારીના કારણે ઘણો પરેશાન રહેતા હતા.
રેસલર જેમ્સ હૈરિસ ઉર્ફે કમાલા એક એવા રેસલર હતા જેમણે ડબલ્યુડબલ્યુઇમાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું હતું. તેઓ ચહેરા પર ચિતરામણ કરીને રિંગમાં ઉતરતા હતા અને વિરોધીઓ સામે લડતા હતા. નોંધનીય છે કે કમાલા 80ના દશકાના સુપરસ્ટાર રહી ચુક્યા છે અને તેમણે દિગ્ગજ હલ્ક હોગન, ધ અંડરટેકર અને આંદ્રે ધ જાયન્ટ સાથે ફાઈટ કરી હતી. પોતાની રેસલિંગ કરિયર દરમિયાન કમાલા 400થી વધારે મેચ રમ્યા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com