ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર.
દેશમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવવાની સાથે જ નિયંત્રણમાં ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યા છે. જેમાં હવે રેલવે પ્રવાસ દરમિયાન ભોજન આપવાનું ફરી ચાલુ કરવામાં આવ્યું છે. દેહરાદૂનથી નવી દિલ્હી અને કાઠગોદામ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરો માટે સારા સમાચાર છે.
રેલવે બોર્ડના નિર્દેશો પર મુસાફરોને IRCTC તરફથી 16 મોટી ટ્રેનોમાં આજથી ખાવા-પીવાની સુવિધા મળવાનું શરૂ થશે. આ સિવાય દેહરાદૂન-નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસના મુસાફરોને 5 ડિસેમ્બરથી ખાવા-પીવાની સુવિધા મળશે.
દેશમાં કોરોના સંક્રમણ શરૂ થતાં જ રેલવે બોર્ડે ટ્રેનોનું સંચાલન બંધ કરી દીધું હતું. પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ, ત્યારે અમુક સ્પેશિયલ ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવી હતી. પરંતુ સાવચેતીના પગલા તરીકે, મુસાફરો માટે ખાવા-પીવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવતી નહોતી.
હવે રેલવે બોર્ડ અને આઈઆરસીટીસીએ દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસ, કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસ, ભોપાલ, લખનૌ, અજમેર, ચંદીગઢ, અમૃતસર જતી તમામ એક્સપ્રેસ ટ્રેનો તેમ જ જમ્મુ તાવી રાજધાની એક્સપ્રેસ, ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસ, ચેન્નાઈ રાજધાની એક્સપ્રેસ, પુણે દુરંતો ફરી શરૂ કરી છે. દુરંતો એક્સપ્રેસ, વારાણસી વંદે ભારત એક્સપ્રેસ, ગતિમાન એક્સપ્રેસ જેવી VVIP ટ્રેનોમાં કેટરિંગ સુવિધા પુનઃસ્થાપિત કરવાનો એર્નાકુલમ નિર્ણય લેવાયો છે.