ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
સતત આજે 20 માં દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થતા સામાન્ય નાગરીકની હાલત કફોડી બની છે.
ભારતના ઇતિહાસમાં પ્રથમવાર દિલ્હીમા પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું થયું છે. લોકડાઉનને કારણે આખા દેશમાં ધંધા રોજગાર ઠપ્પ થતા લોકોની આર્થિક ગાડી હજી પાટે ચઢી નથી તે પહેલાં જ પેટ્રોલ ડીઝલના ભાવો વધી રહયાં છે.
પેટ્રોલના ભાવમાં આજે 21 પૈસાનો વધારો થયો, જ્યારે ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો નોંધાયો છે. આમ કુલ એક લિટર પેટ્રોલનો ભાવ આજ થી દિલ્હી ખાતે 80.13 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 80.19 રુ.ચુકવવી પડશે. જ્યારે મુંબઇમા પેટ્રોલ 86.91 અને ડીઝલ 78.51 રૂ. થયું છે.
આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામૂલી વધારો થતાં જ ઘરઆંગણે ઇંધણના ભાવમાં વધારો કરી દેવાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકધારો વધારો નોંધાઈ રહ્યો છે અને આ ભાવ વધારામાં સૌથી મોટો હિસ્સો 'ટેક્સ'નો, અંદાજે 51 રૂપિયા પ્રતિ લીટર છે. જેમાં કેન્દ્ર સરકારે ક્રૂડના બેરલ દીઠ ભાવ વધતા એક્સાઇઝ ડ્યુટી વધારી અને રાજ્યોએ વેટ વધારી દીધાનું આ પરિણામ છે. તેલ કંપનીઓ અને સરકારની દલીલ છે કે લોકડાઉન દરમ્યાન 82 દિવસ સુધી તેલમાં કોઈ વધારો કર્યો ન હતો.
આમ આ સપ્તાહના પાંચમા કારોબારી દિવસે તેલની કિંમતો વધી છે. આમ પેટ્રોલના ભાવમાં કુલ 9 રૂપિયા થી વધુ અને ડીઝલમાં કુલ 11 થી વધુ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. આથી જો કેન્દ્ર સરકાર એકસાઇઝ ડયૂટી અને રાજ્ય સરકાર વેટમાં ઘટાડો કરે તો જ ઇંધણ સસ્તુ થાય અને સામાન્ય જનતાને રાહત મળી શકે એમ છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com