ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુન 2020
ખેતરોની સીમમાં, વાડ પર કે ઝાડ પર ઊગી નીકળતી ગીલોઈ નામની વેલ'ના રાતોરાત ભાવ અને ઉપયોગીતા વધી ગયા છે. કોરોના કાળ દરમિયાન પાછલા ત્રણ મહિનામાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાંથી કરોડો રૂપિયાની, હજારો ક્વિન્ટલ ગિઈલો પતંજલિ અને બાબા રામદેવ દ્વારા ખરીદવામાં આવી છે. જેને કારણે આસપાસના 120 કિલોમીટર સુધીના ગામોમાં કશે ગિલોય બચી નથી એમ ખેડૂતો કહી રહ્યા છે. શરૂઆતમાં જે 600 રૂપિયા ક્વિન્ટલે વેચાતી હતી જેના ભાવ 1000 થી વધીને આજે 1600 રૂપિયા ક્વિન્ટલ બોલાઇ રહ્યા છે. આને કારણે ખેડૂતો ખૂબ ખુશ છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી તેઓ જંગલી વેલ સમજીને ઉખાડી ફેંકતા હતા તેની હવે વિધિસર ખેતી કરવાનું વિચારી રહ્યા છે. જે માટે તેઓ યોગગુરુ બાબા રામદેવ ને મદદરૂપ ગણાવે છે.
સહારનપુર ના એક ખેડૂતના જણાવ્યા મુજબ લોકડાઉન દરમિયાન બધુ ઠપ હતું ત્યારે કેટલાક વેપારીઓ ગામમાં ફરીને ગીલોયની પૂછપરછ કરતા અને ખરીદતા જોવા મળ્યા હતા. ત્યારે અંદાજો ન હતો કે બાબા રામદેવ આટલી મોટી માત્રામાં ગિલોયનું કરશે શું?? પરંતુ બે ચાર દિવસ પહેલા બાબા રામદેવે કોરોનામાં ઉપયોગી એવી દવા બજારમાં ઉતારી ત્યારે સમજાયું કે બાબાએ કોઈ પણ દવા શોધાઇ ન હતી તેના બહુ પહેલા ગિલોયનો ઉપયોગ કરી કોરોનીલ બનાવવાનું શરૂ કરી દીધું હતું.
બીજી બાજુ પતંજલિની ઓફિસથી 112 કિલોમીટર દૂર આવેલા મુજ્જફર નગર- મેરઠ માં એક ધરમનો કાટો ચલાવનાર સંચાલકે કહ્યું કે "લોકડાઉન દરમિયાન વાહન વ્યવહાર બંધ હતો પરંતુ મોટી સંખ્યામાં લોકો સાયકલ, ઠેલા પર કે લારીમાં ગિલોય લઈને તોલાવા માટે આવતા હતા ત્યારે કોઈ અંદાજો નહોતો કે આ ગીલોઈ બાબા રામદેવ માટે ખરીદાઈ રહી છે".. આમ આજે એક સામાન્ય ગણાતી જંગલી વનસ્પતિ ગીલોય એક દુર્લભ વનસ્પતિ બની જશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com