દરરોજ આપણે એવા ઘણા ચિહ્નો જોઈએ છીએ કે જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું નહીં. પરંતુ આ બોર્ડની બાજુમાં ઘણા લોકો અન્ય નાગરિકોના સ્વાસ્થ્યનો વિચાર કર્યા વિના સિગારેટ પીતા જોવા મળે છે. આવા લોકો રોડ, એસટી અને રેલ્વેમાં મુસાફરી કરતી વખતે પણ સિગારેટ પીતા જોવા મળે છે. હાલમાં, સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી ટ્રેનની મુસાફરી દરમિયાન અન્ય મુસાફરોની સામે સિગારેટ પીતી જોવા મળે છે. જેને જોઈને અનેક લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
@AshwiniVaishnaw
इन लड़कियों ने रात भर गांजा और सीक्रेट करें पिया है 😡
Yah log Asansol mein chadhi thi Tata Katihar train mein pic.twitter.com/vo5YwI3DIf— Parmanand kumar Saw (@Parmana93518260) February 27, 2023
આપણા દેશમાં દરરોજ લાખો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરોની કાળજી લેવા માટે વિવિધ કાયદા અને નિયમો બનાવવામાં આવ્યા છે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈ પણ વ્યક્તિ ધૂમ્રપાન ન કરે. જો કે હાલમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ચાલતી ટ્રેનમાં એક છોકરીને સિગારેટ પીતી જોઈને ઘણા લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ટાટાનગરથી કટિહાર જનારા આ મુસાફરે આ બાબતે નારાજગી વ્યક્ત કરી. મુસાફરે એક ટ્વીટમાં કહ્યું કે આ યુવતી આસનસોલમાં ટ્રેનમાં સવાર થઈ અને આખી રાત મારિઝુઆના અને સિગરેટ પીતી જોવા મળી. તેની ટ્વીટના જવાબમાં રેલવે સર્વિસે મુસાફરી વિશે વધુ જાણકારી માંગી.
આ સમાચાર પણ વાંચો : New Month New Rule : આજથી બદલાઈ ગયા આ પાંચ નિયમો, વહેલી તકે જાણી લો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો
રેલવેએ તેમની ફરિયાદનો જવાબ આપ્યો અને કહ્યું કે, સર અમે તમને અપીલ કરીએ છીએ કે કૃપા કરીને વિવરણ (પીએનઆર/ટ્રેન નંબર) અને મોબાઈલ નંબર મારી સાથે ડીએમના માધ્યમથી શેર કરો. તમે સીધા http://railmadad.indianrailways.gov.in પર જઈને પણ તમારી ચિંતા વ્યક્ત કરી શકો છો અથવા તો જલદી નિવારણ માટે 139 ડાયલ કરી શકો છો.