News Continuous Bureau | Mumbai
આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે જે સર્વત્ર પ્રભુત્વ ધરાવે છે. બાળક હોય કે વૃદ્ધ સૌ કોઈ સોશિયલ મીડિયા ફ્રેન્ડલી બની ગયા છે, તેથી અવાર નવાર અદ્ભુત કન્ટેન્ટ પણ જોવા મળે છે. પરંતુ ક્યારેક એવા વિચિત્ર દ્રશ્યો પણ જોવા મળે છે, જે હોશ ઉડાડવા માટે પૂરતા હોય છે. ત્યારે હાલ વાયરલ થઈ રહેલા લેટેસ્ટ વીડિયોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આમાં એક છોકરી સ્કૂટી પર રસ્તા વચ્ચે જ એક આધેડ વ્યક્તિ સાથે રોમાન્સ કરતી જોવા મળે છે.
View this post on Instagram
આ વાયરલ વીડિયો કલીપમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક છોકરી સ્કૂટી પર બેસી કોઈની રાહ જોઈ રહી છે. દરેક વ્યક્તિને લાગે છે કે તે તેના કોઈ મિત્રની રાહ જોઈ રહી છે. પરંતુ અચાનક એક આધેડ વયનો માણસ ત્યાં આવે છે અને બંને વચ્ચે રોમાન્સ શરૂ થાય છે. થોડી જ વારમાં બંને રોમાન્સમાં ખોવાઈ જાય છે. ત્યારે જ એક પાડોશીની નજર તેમના પર પડે છે અને તે છત પરથી બંને પર પાણી નાખે છે. બાદમાં છોકરી તેના આધેડ પ્રેમી સાથે ત્યાંથી ભાગી જાય છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: શું કહ્યું? ‘ગૌમૂત્ર મનુષ્ય માટે હાનિકારક, ભેંસનું મૂત્ર વધુ અસરકારક’ આ રિસર્ચ રિપોર્ટમાં કરાયો ચોંકાવનારો દાવો