ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
ચીનથી એક રોમાંચક કિસ્સો સામે આવ્યો છે.. આજના સમયમાં બોયફ્રેન્ડ્સ અને ગર્લફ્રેન્ડ્સ માટે ડેટ પર જવું સામાન્ય વાત છે, પરંતુ ચીનમાં, એક યુવકને ડેટ પર જવું ભારે પડી ગયું હતું. યુવકની ગર્લફ્રેન્ડ તેના 23 મિત્રો અને સંબંધીઓ સાથે ડિનર માટે રેસ્ટોરન્ટમાં પહોંચી હતી, પરંતું જ્યારે તેનું મસમોટું બિલ આવ્યું એ જોઇને જ તેનો બોયફ્રેન્ડ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં સોશિયલ મીડિયા અને ફોન દ્વારા એકબીજાની નજીક આવેલા યુગલએ બલાઈન્ડ ડેટની યોજના બનાવી હતી અને આ માટે એક રેસ્ટોરન્ટ પસંદ કરી હતી. યુવક યુવતીને મળવા ઉત્સાહી હોઈ સમય પહેલાં જ રેસ્ટોરન્ટ પહોંચી ગયો હતો. થોડી વારમાં તેની ગર્લફ્રેન્ડ ડેટ પર આવી હતી પરંતુ પોતાના 23 મિત્રો અને સબંધીઓને પણ સાથે લઈ આવી હતી.
શરૂઆતમાં બધું બરાબર હતું. તેઓ એકબીજાને મળ્યા, સાથે જમ્યા. આ પછી, જ્યારે રેસ્ટોરન્ટ તરફથી યુવકને બિલ આપવામાં આવ્યું ત્યારે પ્રેમી તેને જોઇને ગભરાઇ ગયો અને ત્યાંથી ફરાર થઈ ગયો. હકીકતમાં, યુવકે લગભગ 19800 યુઆન એટલે કે 2 લાખ 17 હજાર રૂપિયાનું બિલ ચૂકવવું પડે તેમ હતું. આ જોઈને જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને યુવકે ત્યાંથી ભાગી જવું જ વધુ સારું માન્યું હતું..
આ ઘટના અંગે મહિલાએ જણાવ્યું કે તે, પ્રેમિની ઉદારતાને તપાસવા માટે જ બ્લાઇન્ડ ડેટ પર તેના 23 મિત્રો અને સંબંધીઓ સાથે આવી હતી. યુવકના નાસી છૂટ્યા બાદ યુવતીએ ફક્ત 2 લાખ રૂપિયાથી વધુનું રેસ્ટોરન્ટ બિલ ચૂકવવું પડ્યું હતું. જો કે ત્યાર બાદ યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે યુવક માત્ર 2 ટેબલનું બિલ ચૂકવવા તૈયાર થયો હતો.
