ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર.
સોમવારે પૂરી દુનિયાના દેશોમાં સોશિયલ મિડયા પ્લેટફોર્મ વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુસ અચાનક ઠપ્પ થઈ ગયા હતા. ભારતીય સમય મુજબ રાતના લગભગ 9 વાગ્યાની આસપાસથી ત્રણે સોશિયલ મિડયા પ્લેટફોર્મ ઠપ્પ થઈ જતા યુર્ઝસ હેરાનપરેશાન થઈ ગયા હતા. વિશ્વભર વોટ્સએપ ઠપ્પ થતા કલાકો સુધી લોકો મેસેજ કરી શકયા નહોતા. તેમ જ કંઈ ડાઉનલોડ પણ કરી શકાયું નહોતું.
ત્રણે સોશિયલ મિડયા પ્લેટફોર્મની માલિકી ફેસબુક પાસે છે. ફેસબુકના સત્તાવાર વેબસાઈટ અને વોટ્સએપના સત્તાવાર ટ્વિટર પ્લેટફોર્મ પર સંચાલકો દ્વારા ‘માફ કરો, કંઈક ખામી સર્જાઈ છે. તેના પર અમે કામ કરી રહ્યા છે. બહુ જલદી તમારા સુધી પહોંચશું. સમાકામ ચાલી રહ્યું છે ‘ જેવો મેસેજ પણ મૂકવામાં આવ્યો હતો. છતા યુઝરોએ પોતાની થઈ રહેલી તકલીફને પગલે ટિવિટર પર રોષ ઠાલવ્યો હતો. એટલે સુધી કે ટવિટર પર ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ અને વોટ્સએપ ટ્રેન્ડ થવા માંડયા હતા.