ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
ગુગલ મેપને કારણે પ્રવાસ કરવાનું વધુ સરળ અને આરામદાયક બની ગયું છે. રસ્તો શોધવો, કયા ઠેકાણે અને કયા રસ્તા પર ટ્રાફિક જામ છે એની માહિતી ગુગલ મેપ પર તરત મળી જાય છે. એથી ડ્રાઇવિગ કરતા સમયે લોકો ગુગલ મેપનો વધુ ઉપયોગ કરતા થયા છે. હવે યુઝર્સ માટે ગુગલ મેપનું નવું અપડેટ લઈ આવવાનું છે. નવા ફીચરને કારણે ગુગલ મેપ પર રસ્તા પર રહેલા ટોલનાકા પરના ટૉલની કિંમત પણ પહેલાંથી જાણી શકાશે. કંપની હાલ આ ફીચર પર કામ કરી રહી છે.
કમાલ કહેવાય! 9 વર્ષના આ બાળકની ફોર્બ્સની યાદીમાં હૅટ્ટ્રિક, આટલા કરોડ રૂપિયાની આવક;જાણો વિગત
હાલ ગુગલ મેપ દેશના જુદા જુદા રસ્તા પર રહેલા ટૉલ નાકા ઓળખીને બતાવે છે. પહેલાંના ફીચરને અપડેટ કરીને યુર્ઝસને ટૉલની અંદાજિત કિંમત જણાવાનું કામ કંપની કરી રહી છે. એમાં પ્રવાસ પહેલાં જ ટૉલની કિંમત ડ્રાઇવિંગ રોડ પર દેખાડવામાં આવશે. રોડ ટ્રિપ કરનારા માટે આ ફીચર બહુ ઉપયોગી સાબિત થશે.