News Continuous Bureau | Mumbai
અત્યાર સુધી તમે કોઈની પણ જાણ બહાર તેની સાથે થતી વાતચીતને રેકોર્ડ (call recording)કરી શકતા હતા. પરંતુ આજથી સ્માર્ટફોન(smartphone)માં થર્ડ પાર્ટીથી થતા કોલ રેકોર્ડિંગ કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે.
ગૂગલ (search engine google) કંપની પોતે આવી સુવિધા આપે છે. પરંતુ એમાં જ્યારે કોલની રેકોર્ડિંગ(Call recording) થાય ત્યારે બંને છેડે રહેલી વ્યક્તિઓને કોલ રેકોર્ડિંગની જાણ થાય છે. બીજી બાજુ અનેક થર્ડ પાર્ટી એપ્સ(Third party apps) આવી રીતે સ્પષ્ટ જાણ કર્યા વગર કોલ રેકોર્ડ કરવાની સુવિધા આપતી હતી. આથી ગૂગલ કંપની લાંબા સમયથી થર્ડ પાર્ટી દ્વારા થતા કોલ રેકોર્ડિંગની સુવિધા બંધ કરવામાં માગતું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે બધી થર્ડ પાર્ટી એપ્સ ગૂગલ તરફથી અપાતી એક્સેબિલિટી એપીઆઈ (એપ્લિકેશન પોગ્રામિંગ ઈન્ટરફેસિસ)(API) નામની સુવિધાનો લાભ લઈને કોલ રેકોર્ડિંગ કરી શકતી હતી. એપીઆઈ સુવિધા પૂરી પાડવાનો ગૂગલનો હેતુ કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફવાળા લોકો માટે સહેલાઈથી ફોનનો ઉપયોગ કરી શકે એ છે. તેથી ગૂગલ કંપની આ એપીઆઈ સુવિધા સંપૂર્ણપણે બંધ થઈ શકશે નહીં.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: જો તમે પણ સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાથી પરેશાન છો, તો આ રીતે કરો એરંડાના તેલનો ઉપયોગ, વાળ બનશે મજબૂત
જોકે ગૂગલે સ્પષ્ટતા કરી દીધી છે કે એક્સેસેબીલીટી એપીઆઈ રિમોટ કોલ ઓડિયો રેકોર્ડિંગ માટે ડિઝાઈન કરાયા નથી અને થર્ડ પાર્ટી એપ્સ એનો ઉપયોગ કરી શકશે નહીં. આ પ્રતિબંધ આજથી અમલમાં આવી રહ્યો છે.