ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
29 જુલાઈ 2020
આજે સ્માર્ટફોનના જમાનામાં એક આંગળીના ટેરવે દેશ દુનિયાનું હવામાન જાણી શકાય છે. સામાન્ય રીતે આપણે હવામાન ખાતાનાં વરતારાને બહુ ગંભીરતાથી નથી લેતાં.. હવે આ માન્યતા બદલાય અને હવામાનની સાચી માહિતી સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે કેન્દ્ર સરકારે ‘Mausam’ એપ લોન્ચ કરી છે. આ એપથી યુઝર્સ હવામાનની આગાહીની માહિતી મેળવી શકે છે.
'મોસમ' એપને 'ઈન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર સેમી એરિડ ટ્રોપિક્સ, IITM (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી) અને IMD (ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ)એ સંયુક્ત રીતે તૈયાર કરી છે.' આ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. જેની માહિતી વિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધને ટ્વીટ કરીને આપી છે.
સરકારના જણાવ્યાં મુજબ, આ એપ હાલ દેશના 200 શહેરમાં કાર્યરત રહેશે. જેને વધુ અપડેટ બનાવ્યાં બાદ આગામી 7 દિવસમાં 450 શહેરોના લોકો માટે ઉપલબ્ધ થઈ જશે. આ એપ પર છેલ્લા 24 કલાકની અને આગામી સાત દિવસનાં હવામાનની માહિતી મળશે. એપ આખા દિવસમાં 8 વખત હવામાનની અપડેટ બતાવશે. ગંભીરતાથી લઈ શકાય એવી બીજી વાત એ છે કે આ સરકારી એપમાં અન્ય એપ્સની જેમ હવામાનની અપડેટ્સ માટે વિવિધ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ એપ આપમેળે યુઝર્સને ખરાબ હવામાનની ચેતવણી પણ આપશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com